વડોદરાની સયાજી હોસ્પિટલનો બનાવ
કોરોનાગ્રસ્ત નવજાત બાળકને છોડીને માતાપિતા થયા ફરાર
હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં જન્મેલા શિશુને તરછોડીને માતા-પિતા ફરાર થઈ ગયા
વડોદરાની સયાજી હોસ્પિટલનો બનાવ
કોરોનાગ્રસ્ત નવજાત બાળકને છોડીને માતાપિતા થયા ફરાર
હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં જન્મેલા શિશુને તરછોડીને માતા-પિતા ફરાર થઈ ગયા
વડોદરા: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઓરવાડા ગામે રહેતા સુમિત્રાબેન મહિપત ભાઈ બારીયાએ જબુગામ આરોગ્ય કેન્દ્ર ખાતે નવજાત શિશુને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અને શિશુ બંનેને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં માતા અને દીકરાનો ટેસ્ટ કરવામાં આવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નવજાત શિશુને પીડીયાટ્રીક વિભાગના GMCU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તે ગંભીર હાલત હોવાથી માતા સુમિત્રા અને પિતા મહિપતભાઈ ચિંતામાં હતા.
રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરાઇ
ગતરોજ સવારે માતા અને પિતા બાળકને ત્યજી ફરાર થઈ ગયા હતા જે વાત નર્સિંગ સ્ટાફ થતા ડૉક્ટર સભ્યોને જાણ કરી હતી. ત્યારબાદ રાવપુરા પોલીસ સ્ટેશનને પ્રાથમિક જાણકારી આપવામાં આવી હોવાની માહિતી મળી છે. માતા-પિતા બાળકને ત્યજી દેતા નિર્દય માતા અને પિતા પર લોકોએ ફિટકાર વરસાવી છે.