ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં તૌકતે વાવાઝોડા અંગે કંટ્રોલ રૂમ દ્વારા સતત કામગીરી, સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થયાની ફરિયાદો - અમદાવાદમાં તૌકતે વાવાઝોડાની અસર

તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં મુખ્ય કન્ટ્રોલ રૂમની સાથે બીજા પંદર કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા હતા. જ્યાં અનેક લોકોએ વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે ફરિયાદ નોંધાવી હતી. જો કે આ કંટ્રોલ રૂમ ખાતે સૌથી વધુ ફરિયાદો ઝાડ પડ્યાની નોંધવામાં આવી છે.

Ahmedabad
Ahmedabad

By

Published : May 19, 2021, 5:38 PM IST

  • કંટ્રોલ રૂમ દ્વારા કામગીરી સતત ચાલુ રખાતા લોકોને મળી મદદ
  • સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થયાની ફરિયાદો
  • તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને 15 કંટ્રોલ રૂમ ઉભા કરાયા

અમદાવાદ: શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન છેલ્લા બે દિવસમાં અમદાવાદ શહેરમાં કુલ 1800 થી પણ વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાંથી 1155 ને ખસેડી દેવામાં આવ્યા છે તો બાકીના વૃક્ષો માટેની કામગીરી હાલ શરૂ છે. મહત્વનું છે કે જે રીતે તંત્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી તેનું લોકો દ્વારા પાલન કરવામાં આવતા વધારે નુકસાન પહોંચ્યું ન હતું.

અમદાવાદમાં તૌકતે વાવાઝોડા અંગે કંટ્રોલ રૂમ દ્વારા સતત કામગીરી, સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થયાની ફરિયાદો

આ પણ વાંચો: વાવાઝોડાને પગલે ગીર વિસ્તારની આંબાવાડીઓમાં અંદાજે 100 કરોડ કરતાં વધુનું નુકસાન

15 થી વધુ હોર્ડિંગ પડ્યા

અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારના 71 થી વધુ કાચા અને પાકા મકાનોને વાવાઝોડાના કારણે નુકસાન પહોંચ્યું છે. તો 648 હોર્ડિંગ અને બેનર તંત્ર દ્વારા પહેલેથી જ ઉતારી દેવામાં આવ્યા હતા તો 15થી વધુ મોટા હોર્ડિંગ્સ વાવાઝોડાના સમય દરમિયાન પડ્યા હોય તેમ નોંધાયું છે. વરસાદને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુન કામગીરીની મોટી વાતો કરવામાં આવે છે પરંતુ શહેરમાં ઠેરઠેર પાણી ભરાવવાની 40થી વધુ ફરિયાદો નોંધાઈ હતી.

અમદાવાદમાં તૌકતે વાવાઝોડા અંગે કંટ્રોલ રૂમ દ્વારા સતત કામગીરી, સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થયાની ફરિયાદો

ABOUT THE AUTHOR

...view details