મહેસાણામાં હડતાળમાં જોડાયેલા 11 આરોગ્ય કર્મીઓ સામે ફરિયાદ
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતા કર્મીઓ સામે કાર્યવાહી
જિલ્લા આરોગ્ય શાખાના અધિકારીએ નોંધાવી ફરિયાદ
મહેસાણામાં હડતાળમાં જોડાયેલા 11 આરોગ્ય કર્મીઓ સામે ફરિયાદ
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતા કર્મીઓ સામે કાર્યવાહી
જિલ્લા આરોગ્ય શાખાના અધિકારીએ નોંધાવી ફરિયાદ
મહેસાણા: કોરોના જેવા કપરા કાળમાં પોતાની ફરજ અદા કરનાર ઇનસર્વિસ તબીબો અને નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતા ડોક્ટરો અને કર્મચારી દ્વારા પોતાના વર્ષો જુના પડતર પ્રશ્નોને લઈ કોઈ નિરાકરણ ન આવતા હડતાળ યોજવામાં આવી હતી. ત્યારે સરકારે યોગ્ય ખાત્રી આપતા ઇનસર્વિસ તબીબોએ દ્વારા પોતાની લડત હાલમાં સ્થગિત કરી છે. જો કે NHM અંતર્ગત કરાર આધારિત કામગીરી કરતા આરોગ્ય કર્મીઓને પોતાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન મળતા તેઓ દ્વારા હડતાળ યથાવત રાખવામાં આવી હતી ત્યાં મહેસાણા આરોગ્ય શાખાના 11 કર્મીઓ સામે આરોગ્ય અધિકારી પઢારીયા દ્વારા એપેડમિક એક્ટ આવશ્યક સેવાઓ અંતર્ગત કાર્યવાહી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેને લઈ જિલ્લાના અંદાજે 290 જેટલા કર્મચારીઓ રોષે ભરાયા છે. ત્યારે જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી ફરિયાદ પાછી ખેંચવાની માગ કરવામાં આવી છે
11 આરોગ્ય કર્મીઓ સામે ફરિયાદ થતા અન્ય તમામ કર્મીઓ એક થઈ રજૂઆત કરવા પહોંચ્યા
જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના કરાર આધારિત 11 કર્મચારીઓને મહામારી સમયે હડતાળમાં જોડાવવા અને હડતાળ કરવા ના કારણો સર જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે જેમાં ત્યારે ફરિયાદની જાણ થતાં તમામ કરાર આધારિત આરોગ્ય કર્મીઓ જિલ્લા પંચાયત સંકુલ ખાતે ઉપસ્થિત થઈ જિલ્લા વિકાસ અધિકારી સુધી પોતાની રજુઆત પહોંચાડતા ફરિયાદ પાછી ખેંચી લેવાની માંગ કરી છે તો આરોગ્ય અધિકારી દ્વારા પણ NHM કર્મીઓ કોઈ ઓન શરત વિના પોતાની ફરજ પર હજાર થાય તેવી લેખિત બાંહેધરી માંગવામાં આવી છે ...