ગુજરાત

gujarat

By

Published : Aug 13, 2020, 3:09 PM IST

ETV Bharat / state

જામનગર: કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા કલેક્ટર રવિશંકરે કર્યો અનુરોધ

પ્લાઝમા દ્વારા કોરોનામાંથી સાજા થયેલા દર્દી અન્ય દર્દીનો જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. ત્યારે જિલ્લા કલેક્ટર રવિશંકરે કોરોનાને માત આપી સાજા થયેલા વ્યક્તિઓ પોતાના પ્લાઝમાનું દાન કરીને અન્ય દર્દીઓને સાજા થવામાં મદદરૂપ થઈ શકે તે માટે પ્લાઝમા ડોનેટ કરવા અનુરોધ કર્યો છે.

જામનગરમાં કોરોનામાં સાજા થયેલા દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા કલેક્ટર રવિશંકરનો અનુરોધ
જામનગરમાં કોરોનામાં સાજા થયેલા દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા કલેક્ટર રવિશંકરનો અનુરોધ

જામનગરઃ દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને તેના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનાના સંક્રમિત દર્દીની સારવારમાં પ્લાઝમા થેરાપી ખૂબ કારગર નીવડી શકે છે. પ્લાઝમા થેરાપીમાં કોરોનામાંથી સાજા થયેલા વ્યક્તિના શરીરના પ્લાઝમામાં કોરોના સામે લડત આપવા માટેના એન્ટીબોડી ઉત્પન્ન કરતા હોય છે. આ એન્ટીબોડી દ્વારા ગંભીર દર્દીઓની સારવારમાં આ પ્લાઝમામાં રહેલા એન્ટીબોડી દર્દીના શરીરમાં પ્રવેશ કરાવી તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે અને તેમને બચાવી શકાય છે.

પ્લાઝમા દ્વારા કોરોનામાંથી સાજા થયેલા દર્દી અન્ય દર્દીનો જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. ત્યારે જિલ્લા કલેકટર રવિશંકરે કોરોનાને માત આપી સાજા થયેલા વ્યક્તિઓ પોતાના પ્લાઝમાનું દાન કરીને અન્ય દર્દીઓને સાજા થવામાં મદદરૂપ થઈ શકે તે માટે પ્લાઝમા ડોનેટ કરવા અનુરોધ કર્યો છે.

પ્લાઝમા ડોનેટ કરવા ઈચ્છતા વ્યક્તિઓ ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના બ્લડ બેંકના ફોન નંબર: 0288- 2666170 અથવા મોબાઇલ નંબર-79846 30829 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details