ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત તેમજ તાપી જિલ્લાની હોસ્પિટલોને સહકારી મંડળીઓએ કરી રૂ. 21 લાખની મદદ કરી - Oxygen plants in surat

કોવિડ 19ની મહામારીને ધ્યાનમાં રાખી સુરત-તાપી જિલ્લાની સહકારી મંડળીઓ દ્વારા ટ્રસ્ટ સંચાલિત સાધના તેમજ જીવન રક્ષા હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ માટે રૂ. 21-21 લાખની મદદ કરવામાં આવી છે.

સુરત તેમજ તાપી જિલ્લાની હોસ્પિટલોને સહકારી મંડળીઓએ કરી રૂ. 21 લાખની મદદ કરી
સુરત તેમજ તાપી જિલ્લાની હોસ્પિટલોને સહકારી મંડળીઓએ કરી રૂ. 21 લાખની મદદ કરી

By

Published : May 20, 2021, 10:35 PM IST

સુરત અને તાપી જિલ્લામાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે ઉભા કરવામાં આવશે પ્લાન્ટ

ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સહકારી મંડળીઓએ આપ્યા 21-21 લાખ

કોવિડ19ની મહામારીમાં ઓક્સિજનની ભારે અછત

સુરત: જિલ્લાની હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ ન હોવાથી અન્ય જગ્યાઓથી ઓક્સિજન લેવું પડ્યું હતું ત્યારે જિલ્લામાં ઓક્સિજનની જરૂર પડે તો કોઈ પાસે હાથ લાંબા ન કરવા પડે તે માટે સુરત અને તાપી જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા સુરત જિલ્લામાં ટ્રસ્ટ સંચાલિત મોટી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ માટે સહાય કરવામાં આવી હતી, કીમ ખાતે આવેલી સાધના હોસ્પિટલમાં રૂ. 21 લાખ તેમજ સાયણ ખાતે આવેલ જીવનરક્ષા હોસ્પિટલમાં 21 લાખનો સહાય ચેક આપવામાં આવ્યો હતો,આ સહાય ચેક અર્પણ પ્રસંગમાં સુરત સુમલના ચેરમેન માનસિંગ પટેલ,ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ,સુરત સાંસદ દર્શના જરદોષ તેમજ અનેક રાજકીય, સહકારી આગેવાનો હાજર રહ્યા હતા.

સુરત તેમજ તાપી જિલ્લાની હોસ્પિટલોને સહકારી મંડળીઓએ કરી રૂ. 21 લાખની મદદ કરી

ABOUT THE AUTHOR

...view details