ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના પાદરા ખાતે શારીરિક સુખની લાલચ આપી ભેજાબાજે કરી રૂ. 4.71 લાખની ઓનલાઇન છેતરપિંડી - પાદરા પોલીસ સ્ટેશન

વડોદરા શહેરમાં રૂપિયા 4.71 લાખની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

વડોદરા
વડોદરા

By

Published : May 7, 2021, 3:29 PM IST

વડોદરામાં લોકોને શારીરિક સુખની લાલચ આપી લાખો રૂપિયા ખંખેરી લેવાયા

પહેલા અઢીસો રૂપિયા માગ્યા બાદ પત્ની, દીકરી,ભાભી,ભાણીના એડિટ કરેલા નગ્ન ફોટો મોકલી 4.71 લાખ પડાવ્યા

પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા: પાદરા ખાતે શારીરિક સુખના નામે ભેજાબાજે પરિવારની મહિલા અને દીકરીઓના નિર્વસ્ત્ર ફોટા એડીટીંગ કરીને બ્લેક મેઇલિંગ કરીને ઓનલાઇન રૂ. 4.71 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી.આ મામલે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પાદરા પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ

શારીરિક સુખ માણવાની ઓફર આપી પરિવારની મહિલા દીકરીઓના નગ્ન ફોટા એડીટ કરી બ્લેક મેઇલિંગ કરી ઓનલાઇન રૂ. 4.71 લાખ ઉપરાંતની રકમ પડાવી લેવાનો બનાવ પાદરા પોલીસ મથકે નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ફેમિલીના ફોટાઓ વાઇરલ કરી દેવાની ધમકી

પાદરા ગામે રહેતા જીતેન્દ્ર કુમાર પટેલ ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવે છે.તેમના મોબાઈલ ઉપર અજાણ્યા વ્યક્તિએ ફોન કરી હતું કે સેક્સ માણવો હોય તો 250 રૂપિયા ગુગલ પે થી ચૂકવવા પડશે.જેથી જીતેન્દ્રભાઈએ 250 રૂપિયા ચૂકવ્યા બાદ ફરી 42, 876 રૂપિયાની માંગ કરી હતી.અને જો પેમેન્ટ નહીં કરો તો તેમની ફેમિલીના ફોટાઓ વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી.ત્યારબાદ જીતેન્દ્ર ભાઈના વોટ્સએપ ઉપર તેમની વાઈફ, દીકરી, ભાભી અને ભાણીના એડિટિંગ કરી નગ્ન ફોટા મોકલ્યા હતા. જે વાઇરલ કરી બદનામ કરવાની ધમકી આપતા ગભરાયેલા જીતેન્દ્રભાઈ ટુકડે ટુકડે તેમજ ઉછીના પાછીના કરી 4,71,601 રૂપિયા ઓનલાઈ ચૂકવ્યા હતા. રૂપિયા ખૂટી જતાં અંતે તેઓએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details