ગુજરાત

gujarat

ETV Bharat / state

BSFના ડાયરેક્ટર જનરલ ત્રણ દિવસીય કચ્છની મુલાકાતે, દરિયાઈ સરહદોનું કરશે નિરક્ષણ

BSFના કાર્યવાહક મહાનિર્દેશક એસ .એસ દેશવાલ આજથી ત્રણ દિવસ કચ્છની સરહદની મુલાકાતે આવી રહ્યા છે. આજે બપોરે તેમનો કાફલો ભૂજ પહોંચશે. કચ્છની દરિયાઈ ક્રિકમાંથી મોટી માત્રામાં બિનવારસુ માદકપ્રદાર્થોનો જથ્થો મળી આવવા ઉપરાંત સામે પાર પાકિસ્તાન તરફ મરીન બટાલિયનમાં વધારો સહિતની હિલચાલની સ્થિતી વચ્ચે કચ્છન સરહદની આ મુલાકાતને સુચક ગણાઈ છે.

BSF
BSF

By

Published : Jun 11, 2020, 2:10 PM IST

કચ્છઃ દેશની વિવિધ સરહદોની સરુક્ષા સંભાળતા BSFના કાર્યવાહક મહાનિર્દેશક એસ .એસ દેશવાલ આજથી ત્રણ દિવસ કચ્છની સરહદની મુલાકાતે આવી રહ્યા છે. આજે બપોરે તેમનો કાફલો ભૂજ પહોંચશે. કચ્છની દરિયાઈ ક્રિકમાંથી મોટી માત્રામાં બિનવારસુ માદકપ્રદાર્થોનો જથ્થો મળી આવવા ઉપરાંત સામે પાર પાકિસ્તાન તરફ મરીન બટાલિયનમાં વધારો સહિતની હિલચાલની સ્થિતી વચ્ચે કચ્છન સરહદની આ મુલાકાતને સુચક ગણાવાઈ રહી છે. જોકે સત્તાવાર રીતે આ મુલાકાત રૂટીન ગણાઈ છે.

સત્તાવાર વિગતો મુજબ, ઈન્ડો તિબેટીયન બોર્ટર પોલીસ (આઈટીબીબી)ના વડા અને છેલ્લા ત્રણ મહિનાથી BSFના કાર્યવાહક મહાનિર્દેશક એસ. એસ દેશવાલ આજે બપોરે સીધા ભૂજ પહોચશે. મોડી સાંજ જખૌ દરિયાઈ ક્રિકની મુલાકાત લે તેવી સંભાવના છે. આવતીકાલ શુક્રવારે પણ તેઓ સરહદના વિવિધ સ્થળો, હરામીનાળા અને દરિયાઈ ક્રિકોનું નિરીક્ષણ કરશે. સંભવત તેઓ શનિવારે ભૂજ ખાતે પત્રકારોને મળી શકે છે. જો કે, હાલ તેમની આ રૂટીન મુલાકાતને સમર્થન આપવા સિવાય અન્ય કોઈ માહિતી સ્પષ્ટ થઈ નથી.

દરમિયાન જાણકારોના કહેવા મુજબ, કચ્છની દરિયાઈ ક્રિકોમાંથી થોડા દિવસોમાં 65 જેટલા માદક પ્રદાર્થોનો લાખો રૂપેિયાનો બિનવારસુ જથ્થો પકડાયો હતો. આ સ્થિતીમાં કચ્છીની દરિયાઈ સીમા ઉપયોગ માદક પ્રદાર્થો માટે થઈ રહ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. બીજીતરફ આ સમયગાળા દરમિયાન સામેપાર પાકિસ્તાન દ્વારા મરીન બટાલિયન વધારવાસ સહતિના વ્યાયામ કરાયો હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે. આ સ્થિતીમાં બીએસએફના મદાનિર્દેશકની મુલાકાત ખુબ સુચક છે. આ ઉપરાંત કચ્છની દરિયાઈ ક્રિકોની સુરક્ષા માટે પણ અનેક વખત વિવિધ સુરક્ષા એજન્સીઓના વડાઓ પણ મુલાકાત લઈ ચુકયા છે.

ABOUT THE AUTHOR

...view details