ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી પ્રચારમાં રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ધુણ્યા, વીડિયો વાઇરલ - Rajkot

રાજકોટઃ લોકસભા ચૂંટણી પ્રચારમાં સૌ કોઇ અલગ-અલગ નુસ્ખા અજમાવી રહ્યા છે ત્યારે રાજકોટના ભાજપ ઉમેદવાર અને વર્તમાન સાંસદ મોહન કુંડારિયા હાલ ચૂંટણી પ્રચાર માટે ગામડે-ગામડે ફરી રહ્યા છે. એવામાં મોહન કુંડારિયાના સમર્થનમાં રાજકોટના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ જોડાઇ રહ્યા છે. જેને લઇને હાલમાં જ ધારાસભ્ય રૈયાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 16, 2019, 11:35 PM IST

Updated : Apr 17, 2019, 3:22 PM IST

હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ બરોબરનો જામ્યો છે. ત્યારે આ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ક્યાંક અંધશ્રધ્ધાનો પણ શારોલેવાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટના ધારાસભ્ય માતાજીના માંડવામાં ધુણતાં હોવાનું દેખાઇ રહ્યું છે. અરવિંદ રૈયાણી ધુણતાં-ઘુણતાં પોતાને જ સાંકળ મારતાં નજરે પડ્યા હતા.

ચૂંટણી પ્રચારમાં રાજકોટના મોહન કુંડારિયા અને ધારાસભ્ય રૈયાણી ધુણ્યા, વીડિયો થયો વાઇરલ

તો આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહયો છે. રાજકોટ નજીક આવેલા કુવાડવા ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર દરમિયાન ભરડીયા પરિવાર દ્વારા યોજાયેલા માતાજીના માંડવા કાર્યક્રમમાંથી આ વીડિયો સામે આવ્યો છે, ત્યારે જોવું એ રહ્યું કે, માતાજી ભાજપને ફળે છે કે કેમ?

Last Updated : Apr 17, 2019, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details