ગાંધીનગર: ભાજપ પ્રદેશ સંસદીય સમિતિની બેઠક પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નેતૃત્વમાં 17 અને 18 ઓગસ્ટ એમ બે દિવસીય પ્રદેશ કાર્યાલય કમલમ્, કોબા ખાતે યોજાઈ હતી. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી સતીષ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા ઉપસ્થિતિ રહ્યા હતા.
આ બેઠકનો ઉદ્દેશ ગુજરાતની ભાજપાશાસિત વિવિધ 55 જેટલી નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતાઓની મુદત પુરી થઈ રહી છે. ત્યારે આ નગરપાલિકાઓના પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓના નામની પસંદગી કરવાનો હતો.
ભાજપે 36 નગરપાલિકાઓના હોદ્દેદારોની નિમણૂક કરી ભાજપાશાસિત 55 નગરપાલિકાઓ પૈકી 27 નગરપાલિકાોના સંદર્ભમાં 17 ઓગસ્ટ અને બાકીની 28 નગરપાલિકાઓ માટે 18 ઓગસ્ટના રોજ જ્યાં નગરપાલિકાના પદાધિકારીઓની ચૂંટણી યોજવાની છે, તે જિલ્લાની સંકલન સમિતિ સાથે ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી.
19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો 4 દિવસીય સૌરાષ્ટ્ર પ્રવાસ પણ યોજાઈ ગયો. જેમાં કાર્યકરો સાથેની મુલાકાત બાદ સોમવારે ભાજપે 36 નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂકની યાદી જાહેર કરી છે. જેમાં નગર પાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, પક્ષના નેતા, કારોબારી ચેરમેન અને દંડકનો સમાવેશ થાય છે.
ભાજપે 36 નગરપાલિકાઓના હોદ્દેદારોની નિમણૂક કરી ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાવાની છે અને સાથે નગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે આ નિમણૂક ભાજપના સ્થાનિક સ્તરના આ નવા સંગઠન માળખા દ્વારા મત અંકે કરવા મહત્વના સાબિત થશે.