ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલી કોલેજના આચાર્ય ડૉ. વી. એન. પટેલનું કોરોનાથી નિધન - PRB arts college

બારડોલીની PRB આર્ટ્સ એન્ડ PGR સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. વી. એન. પટેલનું શુક્રવારે રાત્રે કોરોનાને કારણે નિધન થતા શિક્ષણ જગતમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. તેઓ છેલ્લા 20-25 દિવસથી કોરોના સામે ઝઝૂમી રહ્યા હતા.

બારડોલી કોલેજના આચાર્ય ડૉ. વી.એન.પટેલનું કોરોનાથી નિધન
બારડોલી કોલેજના આચાર્ય ડૉ. વી.એન.પટેલનું કોરોનાથી નિધન

By

Published : May 15, 2021, 4:02 PM IST

  • ડૉ. વી.એન.પટેલ 20 થી 25 દિવસથી કોરોના સામે ઝઝૂમી રહ્યા હતા
  • શિક્ષણ જગતમાં શોકની લહેર
  • VNSGU આચાર્ય મંડળના પ્રમુખ પણ હતા

બારડોલી : બારડોલીની PRB આર્ટ્સ એન્ડ PGR કોમર્સ કોલેજના આચાર્ય અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આચાર્ય મંડળના પ્રમુખ ડૉ. વિનોદભાઈ એન.પટેલનું કોરોનાને કારણે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી કોરોના સામે ઝઝૂમી રહ્યા હતા.

યુનિવર્સિટીના અનેક મહત્વના હોદ્દાઓ પર રહી ચૂક્યા હતા

ડૉ. વિનોદ પટેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આચાર્ય મંડળના પ્રમુખ હોવા ઉપરાંત યુનિવર્સિટીના સેનેટ સભ્ય, સિન્ડિકેટ સભ્ય, બોર્ડ ઓફ સ્પોર્ટ્સના ચેરમેન સહિતની વિવિધ જવાબદારી નિભાવી હતી. તેઓ 62 વર્ષના હતા અને 14મી જૂનના રોજ નિવૃત્ત થવાના હતા. હમેશા યુનિવર્સિટીના હિતને પ્રાધાન્ય આપનાર વિનોદ પટેલ છેલ્લા 20-25 દિવસથી કોરોનાની બીમારીમાં સપડાયા હતા. તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં લાંબી સારવાર બાદ તેઓ જિંદગીની જંગ હારી ગયા હતા.

શૈક્ષણિક સુધારાઓ માટે સક્રિય રહેતા હતા

અત્યંત સક્રિય એવા શિક્ષણવિદ વિનોદ પટેલે શૈક્ષણિક સુધારાઓ માટે પોતાના જીવનના દાયકા ખર્ચી નાખ્યા હત. અત્યંત તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતા અને સ્વભાવે મોજીલા વિનોદ પટેલના અકાળે અવસાનથી યુનિવર્સિટી, કોલેજ પરિવાર તેમજ વિદ્યાર્થીઓમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details