ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે ડાંગમાં પણ PUBG અને MOMO ગેમ રમવા પર પ્રતિબંધ - MOMO Game

આહવાઃ અનેક શહેરોમાં PUBG પર પ્રતિંબંધ બાદ હવે ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.ડામોર તરફથી જાહેર કરાયેલી એક પ્રજાજોગ સૂચના મુજબ ડાંગમાં PUBG Game તથા MOMO Challenge ગેમ રમવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ડીઝાઈન ફોટો

By

Published : Mar 20, 2019, 11:09 AM IST

Updated : Mar 20, 2019, 2:58 PM IST


પ્રશાસનના ધ્યાને આવ્યુ છે કે PUBG Game તથા MOMO Challenge ગેમના કારણે બાળકો તથા યુવાનોમા હિંસક વૃત્તિનું પ્રમાણ વધતુ જોવા મળી રહ્યું છે. જેને કારણે બાળકો અને યુવાનોના અભ્યાસ ઉપર વિપરીત અસર થવા સાથે તેમના વાણિ, વર્તન, વ્યવહાર અને વિકાસ ઉપર પણ તેની માઠી અસર પડી રહી છે. જેથી ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.ડામોરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 (1974ના નંબર-2)ની કલમ-144 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ-37 (૩) મુજબ ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં લઈ PUBG Game તથા MOMO Challenge ગેમ રમવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે.

ડાંગ જિલ્લામાં કોઇ પણ વ્યક્તિ PUBG Game તથા MOMO Challenge રમવાની ગતિવિધીમાં ભાગ લેતો ધ્યાને આવે કે તુરંત જ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા પણ એન.કે.ડામોરે અનુરોધ કર્યો છે. આ હુમકનો ભંગ કરનાર કે ઉલ્લંધન કરનાર સામે ભારતીય ફોજદારી અધિનિયમ સને 1860ની કલમ-188 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ-135 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવાનું જિલ્લા મેજિસ્ટ્રેટરે જણાવ્યું છે.

Last Updated : Mar 20, 2019, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details