ડાંગ: જિલ્લાના કલેકટર એન.કે.ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા સરકારી આયુર્વેદ દવાખાના માનમોડી, રંભાસ, બરડીપાડા, ચિંચલી, ગલકુંડ, પાંડવા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ-આહવા સહિત સરકારી હોમિયોપેથી દવાખાનું-આહવાના માધ્યમથી જિલ્લાના પ્રજાજનોની "રોગ પ્રતિકારક શક્તિ" વધારવા માટે આયુર્વેદની "શમશમની વટી" તથા હોમીયોપેથીની "આર્સેનિક આલ્બ-30" ના મોટાપાયે વિતરણ સાથે આરોગ્યવર્ધક "અમૃતપેય" ઉકાળાનું સેવન કરાવીને તેમને આગોતરું "રક્ષા કવચ" પૂરું પાડવામાં આવી રહ્યું છે.
કોરોના કહેર વચ્ચે "ધન્વન્તરી રથ"ના માધ્યમથી ડાંગ જિલ્લાના પ્રજાજનોને આયુર્વેદિક દવાઓનું વિતરણ કરાયું - Dhanvantari Rath in dang district
દેશભરમાં જયારે "કોરોના"નો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે, રાજ્ય સરકારના "ધન્વન્તરી રથ" છેવાડાના ડાંગ જિલ્લાના પ્રજાજનોને "રોગ પ્રતિકારક શક્તિ" વર્ધક દવાઓ અને "અમૃતપેય" ઉકાળાના વિતરણ સાથે આગોતરું રક્ષા કવચ પૂરું પાડી રહ્યું છે.
![કોરોના કહેર વચ્ચે "ધન્વન્તરી રથ"ના માધ્યમથી ડાંગ જિલ્લાના પ્રજાજનોને આયુર્વેદિક દવાઓનું વિતરણ કરાયું કોરોના કહેર વચ્ચે "ધન્વન્તરી રથ"ના માધ્યમથી ડાંગ જિલ્લાના પ્રજાજનોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:38:07:1595333287-gj-dang-03-corona-vis-gj10029-21072020173629-2107f-1595333189-909.jpeg)
કોરોના કહેર વચ્ચે "ધન્વન્તરી રથ"ના માધ્યમથી ડાંગ જિલ્લાના પ્રજાજનોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું
આ ઉપરાંત આહવાના સરકારી હોમીયોપેથી દવાખાના મારફત જિલ્લાના 10 "ધન્વન્તરી રથ"ના માધ્યમથી રોગ પ્રતિરોધક ઔષધી "આર્સેનિક આલ્બ-30"નુ 16,278 થી વધુ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખાના કર્મચારીઓ, જિલ્લાની આંગણવાડીઓના વર્કર્સ અને હેલ્પર્સ જેવા પાયાના કર્મચારીઓને પણ "આર્સેનિક આલ્બ-30" નું સુરક્ષા કવચ પૂરું પડાયુ છે.