ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી પોલીસે રાંધણગેસના કાળાબજારનો કર્યો પર્દાફાશ - અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં અવારનવાર રાંધણગેસની બોટલોની થતી ચોરી અટકાવવા તથા ચોરાયેલા ગેસની બોટલો શોધી કાઢવા જિલ્લા એસ.ઓ.જી તપાસ હાથ ધરી હતી.

રાંધણગેસના કાળાબજારનો અરવલ્લી પોલીસ પર્દાફાશ કર્યો
રાંધણગેસના કાળાબજારનો અરવલ્લી પોલીસ પર્દાફાશ કર્યો

By

Published : Aug 14, 2020, 1:21 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં સબસીડીવાળા તેમજ કોર્મશીયલ રાંધણગેસના બાટલાના કાળાબજાર તેમજ ચોરી થઇ રહી છે. જિલ્લા એસ.ઓ.જી દ્વારા મોડાસાના જુના વિસ્તારમાં છાપો મારી રહેણાંકના મકાનમાંથી ગેરકાદેસર સંગ્રહ કરેલા 10 ગેસના બોટલ ઝડપી પાડી એક વ્યક્તિની ધરપક્ડ કરી હતી.

રાંધણગેસના કાળાબજારનો અરવલ્લી પોલીસ પર્દાફાશ કર્યો
અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં અવારનવાર રાંધણગેસની બોટલોની થતી ચોરી અટકાવવા તથા ચોરાયેલા ગેસની બોટલો શોધી કાઢવા જિલ્લા એસ.ઓ.જી તપાસ હાથ ધરી હતી. બતામીના આધારે રેઇડ કરતા રાંધણગેસની બોટલો તથા કોમર્શીયલ ગેસની બોટલોનો ગેરકાયદેસર રીતે વેપાર કરતા મોડાસાના ભાવસારવાડા વિસ્તારમાં રહેતા કીટીટ ચીમનલાલ ભાવસારની દુકાનમાંથી રૂપિયા. 13,250ની કુલ ગેસની 10 બોટલો ઝડપી પાડી આરોપીની ધરપકડ કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details