ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદ્યાસહાયકની ભરતી માટે ટેટની પરીક્ષામાં ક્વોલિફાઇ થયેલા અરજદારે ગુજરાત હાઇકોર્ટના ખખડાવ્યા દ્વાર - Breaking news Ahmedabad

રાજ્યમાં વિદ્યાસહાયકની પરીક્ષા માટે ટેટની પરીક્ષામાં ક્વોલિફાય થયેલા બીબીએના અરજદારે તેનો ફોર્મ રદ કરાતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. મહત્વનું છે કે, હાલ ચાલી રહેલી વિદ્યાસહાયકની ભરતીમાં એક અરજદારે બીબીએ કર્યું હોવાથી તેનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હતું. અરજદારે ટેટની પરીક્ષા પણ આપી હતી અને તેમાં ક્વોલિફાય પણ થયા છે. અરજદારનો મૂળ પ્રશ્ન છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં પણ એમ.કોમ માટે આવી કોઈ જોગવાઈ નથી તો વિદ્યાસહાયકની ભરતી માટે આવો અન્યાય કેમ?

Gujarat High Court
Gujarat High Court

By

Published : Jul 20, 2021, 6:26 PM IST

  • અરજદારનું ફોર્મ બી.બી.એ. કર્યું હોવાથી રદ કરાતા મામલ પહોંચ્યો હાઇકોર્ટ
  • હાઇકોર્ટે સ્ટાફ સિલેક્શન કમિટીને એક મહિનામાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો
  • જો બીબીએને અનવેલીડ ગણવામાં આવે તો ટેટની પરીક્ષા માટે કેમ ન રોકવામાં આવ્યા?

અમદાવાદ:વિદ્યાસહાયકની પરીક્ષા( Academic Assistant exam) માટે ટેટ (TET) ની પરીક્ષામાં ક્વોલિફાય થયેલા બી.બી.એ. ના અરજદારે તેનું ફોર્મ રદ કરાતા ગુજરાત હાઈકોર્ટ( Gujarat High Court) માં અરજી દાખલ કરી છે. મહત્વનું છે કે, હાલ ચાલી રહેલી વિદ્યાસહાયકની ભરતીમાં એક અરજદારે બી.બી.એ. કર્યું હોવાથી તેનું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : રાજ્યમાં ધોરણ 10 અને 12ના રીપીટર્સની પરીક્ષા રદ કરવા હાઇકોર્ટમાં અરજી

અરજદારના વકીલે કરી Etv Bharat સાથે ખાસ વાતચીત
ETV Bharat સાથે વાતચીત કરતા અરજદારના વકીલ એ.એ.જાબુઆવાલાએ જણાવ્યું હતું કે, મારા અરજદારે બી.બી.એ. કરેલું છે અને ગુજરાત યુનિવર્સિટી (Gujarat university) ના નિયમ મુજબ જે વિદ્યાર્થીએ બી.કોમ. અને બી.બી.એ. કર્યું હોય તેને એમ.કોમ.માં એડમિશન મળે છે. એટલે કે પ્રવેશ માટે તેઓ બી.કોમ અને બી.બી.એ. ને એક જ સમજે છે. આ નિયમ મુજબ અરજદારે બી.બી.એ. બાદ એમ.કોમ. અને બી.એડ કર્યું હતું, ત્યારબાદ ટેટની પ્રિલીમરી એક્ઝામ પાસ કરી હતી. આ ઉપરાંત બી.બી.એ.અને બી.કોમ. ના અભ્યાસના વિષયો પણ મોટાભાગે સરખા જ છે. વળી બી.બી.એ. માં બધા વિષય ફરજિયાત પણ છે જ્યારે બી.કોમ. માં બે વિષય વેકલ્પિક છે. વધુમાં ટેટ કે જે સરકાર દ્વારા લેવાતી પરીક્ષા છે તે પણ અમને માન્ય રાખતી હોય તો વિદ્યા સહાયક દ્વારા ફોર્મ કઈ રીતે રદ કરી શકાય આ સામે વિદ્યા સહાયક શું કહેવું છે કે તેમના ઠરાવમાં માત્ર બી.કોમ. ને જ માન્ય રાખવામાં આવ્યા છે. બી.બી.એ. નો ઉલ્લેખ ઠરાવમાં નથી. આ માટે અમે કોર્ટની શરણે ગયા છીએ. કોર્ટે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્ટાફ સિલેક્શન કમિટીને એક મહિનામાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

જો બી.કોમ. અને બી.બી.એ. ના વિષય સરખા હોય તો કઈ રીતે ફોર્મ રદ કરી શકાય ?

મહત્વનું છે કે અરજદારે બી.બી.એ. કર્યું છે. માત્ર એટલા કારણથી તેનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. તેમને કહેવામાં આવ્યું છે કે, ફોર્મ માન્ય નહીં ગણાય આ માટે નામદાર હાઇકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે કમિટી માત્ર જુનો ઠરાવ બતાવીને કહે છે કે તેમાં એનો ઉલ્લેખ નથી જોકે એના પછી નિયમો બદલાયા છે. સાથે જ જો ઉલ્લેખ ન હોય તો તેઓને ટેટની પરીક્ષા દરમિયાન જ રોકવા જોઈતા હતા. બી.બી.એ અને બી.કોમ. માં તમામ વિષયો પણ સરખા હોવાથી કઈ રીતે ફોર્મ માન્ય ન ગણાય તે માટેની પણ દલીલ અરજદારના વકીલે કોર્ટમાં કરી હતી.

ABOUT THE AUTHOR

...view details