નિઝરમાં “આતંકવાદ વિરોધી દિવસ”ની ઉજવણી
નિઝર મામલતદાર કચેરીમાં આતંકવાદ વિરોધી શપથ લેવાઈ
નિઝરમાં “આતંકવાદ વિરોધી દિવસ”ની ઉજવણી
નિઝર મામલતદાર કચેરીમાં આતંકવાદ વિરોધી શપથ લેવાઈ
સામાજિક અંતર જાળવી, માસ્ક પહેરી લોકોએ શપથ લીધી
સુરત: દર વર્ષે 21 મે ના દિવસે આતંકવાદ વિરોધી દિવસના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં દર વર્ષે તમામ સરકારી-જાહેર ક્ષેત્રની કચેરીઓ, જાહેર સંસ્થાઓમાં આતંકવાદ અને હિંસાનો વિરોધ કરવા, માનવજાતિના તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદભાવ તથા મનમેળ કાયમ રહે તથા માનવજીવનના મૂલ્યો સામે આવનારા જોખમો સામે લડવા માટે એકજુથ બનીને શપથ ગ્રહણ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. જેના અનુસંધાનમાં તાપી જિલ્લામાં મામલતદાર કચેરી નિઝર ખાતે કચેરીમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લઇ “આતંકવાદ વિરોધી દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. હાલ કોવિડ -19 રોગચાળાને ધ્યાનમાં રાખીને સામાજિક અંતર જાળવી, માસ્ક પહેરી શપથ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.