મોરબીઃ જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં વધુ 25 કેસો નોંધાયા છે અને જિલ્લામાં કુલ કેસનો આંકડો 583 પર પહોંચ્યો છે, તો વધુ 11 દર્દીઓ સ્વસ્થ થયા છે.
મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 25 કેસ નોંધાયા, 11 દર્દીઓ સ્વસ્થ થયા - 11 દર્દીઓ સ્વસ્થ થયા
મોરબી જિલ્લામાં વધુ 25 કેસ આવતા કુલ કેસનો આંક 583 થયો છે. જેમાં 190 એક્ટીવ કેસ છે, 356 દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે 39 દર્દીઓના મોત થયા છે.
મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસમાં હળવદના જુના ધનાળાના 40 વર્ષ પુરુષ, મોરબીના મહાજન ચોકના 59 વર્ષ મહિલા, શનાળા રોડ નુતનનગરના 28 વર્ષ પુરુષ, શક્તિ પ્લોટ-5 માં શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં ચાર કેસોમાં 19 વર્ષ મહિલા, 50 વર્ષ મહિલા, 53 વર્ષ પુરુષ અને 23 વર્ષ મહિલા, ટંકારામાં 58 વર્ષ પુરુષ, મોરબીના નાની વાવડી મેઈન બજારમાં 50 વર્ષ પુરુષ, રાધા પાર્ક 1 કન્યા છાત્રાલય રોડના 68 વર્ષ પુરુષ, રવાપર રોડ સંગમ રેસીડેન્સીના 62 વર્ષ પુરુષ, શક્તિ પ્લોટ 7 માં સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના 29 વર્ષ પુરુષ, નવા બસ સ્ટેન્ડ સામે દિવ્યજીવન સોસાયટીના 26 વર્ષ પુરુષ, સિરામિક સીટીના 21 વર્ષ પુરુષ અને 28 વર્ષ પુરુષ, વાઘપરા 9 માં 68 વર્ષ પુરુષ, પારેખ શેરીમાં 59 વર્ષ પુરુષ, રવાપર રોડ મારુતિ નંદનમાં 48 વર્ષ મહિલા અને 26 વર્ષ મહિલા, યદુનંદન પાર્ક આલાપ રોડના 48 વર્ષ પુરુષ, પંચાસર રોડ રાજનગર પાસે શિવ દર્શન એપાર્ટમેન્ટના 30 વર્ષ પુરુષ, મકરાણીવાસના 50 વર્ષ પુરુષ, આસોપાલવ, વસન્ત પ્લોટ 10 માં 79 વર્ષ વૃદ્ધ અને 32 વર્ષ પુરુષ અને રવાપર રોડ સ્વર્ગ વિહાર એપાર્ટમેન્ટના 63 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મોરબી જિલ્લામાં વધુ 25 કેસ સાથે કુલ કેસનો આંક 583 થયો છે. જેમાં 190 એક્ટીવ કેસ, 356 દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે 39 ના મોત થયા છે..