ગુજરાત

gujarat

ETV Bharat / state

ચાંદાજીના મુવાડામાં પશુ વ્યંધ્યત્વ નિવારણ કેમ્પમાં 64 પશુઓને સારવાર કરવામાં આવી - પશુ વ્યંધ્યત્વ નિવારણ કેમ્પ

બાલાસિનોર તાલુકાના ચાંદાજીના મુવાડા ગામે દૂધ મંડળી પરિસરમાં મહિસાગર જિલ્લા પશુપાલન શાખા અને બાલાસિનોર પશુ દવાખાના દ્વારા આ કેમ્પ યોજાયો હતો. બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા પણ આ કેમ્પમાં સહયોગ આપવામાં આવ્યો હતો.

પશુ વ્યંધ્યત્વ
પશુ વ્યંધ્યત્વ

By

Published : Aug 24, 2020, 3:05 PM IST

  • ચાંદાજીના મુવાડામાં પશુ વ્યંધ્યત્વ નિવારણ કેમ્પમાં 64 પશુઓને સારવાર કરવામાં આવી
  • બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા આ કેમ્પમાં સહયોગ આપવામાં આવ્યો
  • દૂધ મંડળીના સેક્રેટરી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા

મહીસાગરઃ બાલાસિનોર તાલુકાના અંતરિયાળ ગામ ચાંદાજીના મુવાડામાં પશુ રોગ નિદાન અને પશુ વ્યંધ્યત્વ નિવારણ કેમ્પમાં 64 પશુઓની સારવાર કરવાના આવી હતી.

બાલાસિનોર તાલુકાના ચાંદાજીના મુવાડા ગામે દૂધ મંડળી પરિસરમાં મહિસાગર જિલ્લા પશુપાલન શાખા અને બાલાસિનોર પશુ દવાખાના દ્વારા આ કેમ્પ યોજાયો હતો. બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા પણ આ કેમ્પમાં સહયોગ આપવામાં આવ્યો હતો.

ચાંદાજીના મુવાડાના આ કેમ્પમાં પશુ વ્યંધ્યત્વ નિવારણ, વૈતર ન હોય, વૈતરમાં આવતી ન હોય તેવી, રિપીટ બ્રિકરની સારવાર, કૃમિ રોગ નિવારણ વગેરે રોગોની સારવાર બાલાસિનોર પશુ દવાખાના ડો. જીગ્નેશભાઈ પટેલ અને તેમની ટીમના જી.એસ.શેખ, અને એ.એ.શેખે કરી હતી. જેમાં 64 પશુઓની સારવાર કરવામાં આવી હતી. બાલાસિનોર લાયન્સ ક્લબના પ્રમુખ પ્રવિણભાઈ સેવક અને લાયન્સ સભ્યો, દૂધ મંડળીના સેક્રેટરી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details