ગુજરાત

gujarat

ETV Bharat / state

તૌકતે વાવાઝોડા વચ્ચે આણંદના ATMમાં લાગી ભીષણ આગ - Tauktae cyclone latest update

તૌકતે વાવાઝોડા વચ્ચે આણંદના ગોપાલ ચોકડી પાસ ATMમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. લોકોની પણ ભારે ભીડ એકઠી થઇ ગઇ હતી.

તૌકતે વાવાઝોડા વચ્ચે આણંદ માં ATM માં લાગી ભીષણ આગ.
તૌકતે વાવાઝોડા વચ્ચે આણંદ માં ATM માં લાગી ભીષણ આગ.

By

Published : May 18, 2021, 9:14 PM IST

આણંદના ગોપાલ ચોકડી પાસેની ઘટના

તૌકતે વાવાઝોડા વચ્ચે ATMમાં લાગી ભીષણ આગ

કોઈ જાનહાનિ નહીં

આણંદ: એકતરફ આણંદમાં તૌકતે વાવાઝોડાની અસર વચ્ચે આણંદની ગોપાલ ચાર રસ્તા પાસે આવેલ ATMમાં ભીષણ આગ લાગી હતી,અચાનક વરસાદ વચ્ચે આગ લાગવાની ઘટના બનતા આસપાસના વિસ્તારમાંથી લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ઘટનાની જાણ આણંદ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

ઘટનામાં ATMને પહોંચ્યું નુકસાન

તૌકતે વાવાઝોડા વચ્ચે આણંદ માં ATM માં લાગી ભીષણ આગ.

પ્રાપ્ત માહિતી મુજબ એક તરફ તૌકતે વાવાઝોડા એ આણંદ જિલ્લામાં પણ અસર છોડી છે,જિલ્લામાં વાવાઝોડાના કારણે અનેક સ્થળો એ નુકશાન પહોંચું હોવાની ફરિયાદો બહાર આવી રહી છે તેવામાં આણંદ શહેરની મધ્યમાં આવેલા ગોપાલ ચાર રસ્તા પાસે આવેલ ઇન્ડીયન બેંકના ATMમાં અચાનક આગ લાગવાની ધટના બની હતી,તેની ટેલીફોનીક જાણ આણંદ ફાયબ્રિગેડ ને કરતા ફાયર ઓફિસરની આગેવાની હેઠળ ફાયર ટીમ ધટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા માટે ઓપરેશન હાથ ધરી ગણતરીના સમયમાં જ કાબુ મેળવ્યો હતો. ઘટનામાં ATMને ભારે નુકશાન પહોંચ્યું હતું. કોઈ જાનહાનિ થઈ ન હતી.

ABOUT THE AUTHOR

...view details