ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદનું પ્રખ્યાત ગીતામંદિર ST બસ સ્ટેશન 2 જુલાઈથી ધમધમતું થશે - News of ahmedabad

લોકડાઉન પૂર્ણ થતા 1લી જૂનથી અનલોક-1 દરમિયાન સમગ્ર ગુજરાતમાં નિયમોને આધિન એસટી સેવાનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અમદાવાદનું પ્રખ્યાત સેન્ટ્રલ બસ સ્ટેશન એટલે કે ગીતા મંદિર બસ સ્ટેશન રેડ ઝોનમાં હોવાને કારણે બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ અનલોક-2માં સરકાર દ્વારા વધુ છૂટછાટ આપવામાં આવતા 2 જુલાઇથી ગીતામંદિર બસ સ્ટેશનને ફરી શરૂ કરી દેવામાં આવશે.

2 જુલાઈથી અમદાવાદનું ગીતામંદિર એસ.ટી.સ્ટેશન ફરી શરૂ થશે
2 જુલાઈથી અમદાવાદનું ગીતામંદિર એસ.ટી.સ્ટેશન ફરી શરૂ થશે

By

Published : Jul 1, 2020, 10:27 PM IST

અમદાવાદ: અમદાવાદ શહેરથી રાજ્યના દરેક જિલ્લામાં જવા માટેની એસ ટી બસ વ્યવસ્થા ધરાવતું ગીતા મંદિરનું બસ સ્ટેશન અમદાવાદના કોટ વિસ્તારમાં આવવાને લીધે રેડ ઝોનમાં ગણાતું હતું. જેથી લોક ડાઉન ખુલ્યા બાદ પણ ગીતા મંદિરના એસ ટી બસ સ્ટેશનને શરૂ કરવામાં આવ્યું ન હતું.

2 જુલાઈથી અમદાવાદનું ગીતામંદિર એસ.ટી.સ્ટેશન ફરી શરૂ થશે

હવે અનલૉક-2માં 2 જુલાઇથી આ બસ સ્ટેશન સરકારની ગાઈડલાઇન્સના સંપૂર્ણ પાલન સાથે ફરી શરૂ થશે.

જો કે હાલમાં અમદાવાદના પરા વિસ્તારમાંથી આવતી બસનું સંચાલન ગીતામંદિરથી થશે નહીં.

2 જુલાઈથી અમદાવાદનું ગીતામંદિર એસ.ટી.સ્ટેશન ફરી શરૂ થશે

ઉત્તર ગુજરાત જેમ કે, મહેસાણા, પાલનપુર, હિંમતનગર વિભાગ દ્વારા સંચાલિત અને દક્ષિણ ગુજરાત તેમજ પંચમહાલ, ખેડા- નડિયાદ અને આણંદ તરફ આવતી-જતી બસનું સંચાલન ગીતા મંદિર બસ સ્ટેન્ડથી કરવામાં આવશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ તરફથી સંચાલન પામતી અને દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાત જતી બસો પણ ગીતા મંદિરથી સંચાલિત થશે.

એટલે કે,હાલ અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેશનથી ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં જતી બસ ઓછી હશે.પરંતુ જુદા જુદા ઝોનમાંથી વાયા અમદાવાદ જતી બસનું સંચાલન વધુ હશે.

ABOUT THE AUTHOR

...view details