સુરત આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કરી મદદ
આપ કાર્યકર્તાઓએ સૌરાષ્ટ્રમાં મોકલી રાહતસામગ્રી
તૌકતે વાવાઝોડાને કારણે અનેક ગામડાઓમાં થયું છે નુકસાન
સુરત આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કરી મદદ
આપ કાર્યકર્તાઓએ સૌરાષ્ટ્રમાં મોકલી રાહતસામગ્રી
તૌકતે વાવાઝોડાને કારણે અનેક ગામડાઓમાં થયું છે નુકસાન
સુરત આપના કાર્યકરો સતત રાહતકાર્યમાં લાગેલા છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાહતસામગ્રી મોકલી રહ્યા છે, જેનું એકત્રીકરણ રાજુલા ખાતે કરીને રાજુલાથી અલગ અલગ ગામોમાં આ સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જીવનજરૂરી વસ્તુઓની લગભગ 2000 કીટનું વિતરણ થઈ ચૂક્યું છે અને હજુ પણ આ કાર્ય શરૂ જ છે.
લગભગ 2000 કીટનું વિતરણ થઈ ચૂક્યું છે
સુરત ઉપરાંત રાજકોટ, ઉપલેટાથી પણ ખૂબ મોટા પ્રમાણમાં રાહતકીટ બનાવવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવે છે.આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા 2 દિવસથી અસરગ્રસ્ત ગામોની મુલાકાતો લઈ રહ્યા છે, રસ્તાઓની સફાઈ કરાવી રહ્યા છે, પાણીનો નિકાલ કરાવી રહ્યા છે તેમજ બનતી તમામ મદદ કરી રહ્યા છે.