ડાંગઃ સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં ડુંગળીનો જથ્થો ભરેલો ટ્રક ખાડામાં પલટી જતાં અકસ્માત સર્જાયો હતો.
ડાંગના બારીપાડા ગામ નજીક ડુંગળીનો જથ્થો ભરેલો ટ્રક પલટ્યો - ધોરીમાર્ગ
સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં ડુંગળીનો જથ્થો ભરેલો ટ્રક ખાડામાં પલટી જતાં અકસ્માત સર્જાયો હતો.
ડાંગના બારીપાડા ગામ નજીક ડુંગળીનો જથ્થો ભરેલો ટ્રક પલટ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર સોમવારે મહારાષ્ટ્રનાં નાસિકથી ડુંગળીનો જથ્થો ભરી રાજસ્થાન તરફ જઈ રહેલા ટ્રક નંબર આર.જે.19 જી.સી.7096 જે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં ચાલકે સામેથી આવી રહેલા અન્ય ટેમ્પોને બચાવવા જતા ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક માર્ગનાં સાઇડનાં ખાડામાં પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતના બનાવમાં ટ્રક અને ડુંગળીનાં જથ્થાને નુકશાન થયુ હતું. ચાલક અને ક્લિનરને નજીવી ઇજાઓ થઈ હતી.