ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લાના ત્રણ સ્થળેથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો - પોરબંદર ન્યૂઝ

પોરબંદર LCB PI એમ.એન.દવે તથા PSI એન.એમ.ગઢવી એ પો.સ્ટાફ સાથે પોરબંદર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન ASI તથા PCને મળેલી ચોકકસ હકિકત આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાના ત્રણ અલગ અલગ સ્થળેથી આરોપીઓને પકડી પડ્યા છે અને ઉદ્યોગનગર તથા બગવદર પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાયો છે.

પોરબંદર  ભારવાડા ગામેથી ત્રણ સ્થળેથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
પોરબંદર ભારવાડા ગામેથી ત્રણ સ્થળેથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

By

Published : Aug 12, 2020, 4:45 PM IST

Updated : Aug 12, 2020, 5:16 PM IST

પોરબંદરઃ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા હાલમા ચાલી રહેલા સાતમ-આઠમના પર્વ દરમિયાન જિલ્લામા પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સૂચના મળેતા જે અનુસંધાને પોરબંદર LCB PI એમ.એન.દવે તથા PSI એન.એમ.ગઢવી એ પો.સ્ટાફ સાથે પોરબંદર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન ASI બટુકભાઇ વિંઝુડા તથા PC દિલીપભાઇ મોઢવાડીયાને મળેલી ચોક્કસ હકિકત આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાના ત્રણ અલગ અલગ સ્થળેથી આરોપીઓને પકડી પડ્યા છે અને ઉદ્યોગનગર તથા બગવદર પોલીસ સ્ટેશનમા ગુનો રજીસ્ટર કરાવેલો છે.

પ્રથમ કેસમાં આરોપી

આ આરોપી વૈભવે એ ગે.કા.વગર પાસ પરમીટે પોતાના કબ્જા ભોગવટાની અલ્ટો મારૂતી સુઝુકી સીલ્વર કલરની જેના રજી.નં. GJ-25J-3498 વાળી કિમત રૂપિયા 1,00,000/- માં બોક્ષ નંગ-3 માં પ્રિમીયમ વ્હીસ્કી 750 એમ.એલ બોટલ નંગ-36 કિમંત રૂપિયા 14,400/- તથા મોબાઇલ ફોન-1 કિમંત રૂપિયા 3000/- મળી કુલ કિમંત રૂપિયા 1,17,4000/-નાં મુદામાલ સાથે પકડાઇ જઇ અને સદર ઇગ્લીશ દારૂની બોટલો આરોપી કાના પાસેથી વેચાણથી લાવી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો છે.

બીજા કેસમાં આરોપી

મળતી વીગત મુજબ આરોપી રાજેશે એ ગે.કા.વગર પાસ પરમીટે પોતાના કબ્જા ભોગવટાની મારૂતી સુઝુકી ઝેન એલેક્સ જેના રજી. નંબર. GJ- 10F -7505 વાળી કિમત રૂપિયા 1,00,000/- માં દારૂ સહિત વ્હીસ્કી 750 એમ.એલ બોટલ નંગ-૩૬ કિમત રૂપિયા 13,500/- તથા મોબાઇલ ફોન -1 કિમત. રૂપિયા 5000/- મળી કુલ કિમત રૂપિયા 1,18,500/-નાં મુદામાલ સાથે પકડાઇ જઇ અને સદર ઇગ્લીશ દારૂની બોટલો આરોપી કાના પાસેથી વેચાણથી લાવી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો છે..

ત્રીજા કેસમાં આરોપી

વિગત પ્રમાણે આરોપી કાનાએ પરમીટ પોતાના કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાનમાં ગેરકાયદે ભારતીય બનાવટના રોયલ સ્ટેગ પ્રિમીયમ વ્હીસ્કી 750 એમ.એલ. બોટલ નંગ-40 કિમત. રૂપિયા 16,000/- તથા મેકડોવેલ્સ નંગ 1 સુપીરીયર વ્હીસ્કી 750 એમ.એલ. બોટલ નંગ-32 કિમત. રૂપિયા 12,000/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિમત રૂપિયા 500/- મળી કુલ કિમત રૂપિયા 28,500/-નો મુદામાલ રાખી રેડ દરમિયાન હાજર મળી આવતા સદર દારૂનો જથ્થો આરોપી ભાવેશ પાસેથી વેચાણથી લાવી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો છે.

આ કામગીરી પોરબંદર LCB PI એમ.એન.દવે, PSI એન.એમ.ગઢવી તથા ASI રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, તથા HC રવિભાઇ ચાઉ, સલીમભાઇ પઠાણ, મહેશભાઈ શિયાળ, PC દિલીપભાઇ મોઢવાડીયા, લીલાભાઇ દાસા, વિગેરે રોકાયેલા હતા.

Last Updated : Aug 12, 2020, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details