- વડોદરામાં પોલીસ સહિતની સરકારી એજન્સીઓના સંયુક્ત ઉપક્રમે મોકડ્રીલ યોજવામાં આવી
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં ફાયર, આરોગ્ય, પોલીસ સહિતની સરકારી એજન્સીઓના સયુક્ત ઉપક્રમે મોકડ્રીલ યોજવામાં આવી
- ગેસ લિકેજ થવાની ઘટનામાં માત્ર 15 મિનિટમાં સફળતાપૂર્વક કાબૂ મેળવાયો
વડોદરાઃ નંદેસરી ખાતેની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં ફાયર, આરોગ્ય, પોલીસ સહિતની સરકારી એજન્સીઓના સયુંકત ઉપક્રમે મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોક ડ્રીલના માધ્યમથી સરકારી એજન્સીઓ અને ઔદ્યોગિક એકમોની સેફ્ટી વિભાગની સજગતા, સક્રિયતા અને બચાવ કામગીરીનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે. આવું જ પરીક્ષણ વડોદરાના નંદેસરી ખાતેની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં ઈન્ડસ્ટ્રી લિમીટેડમાં કરવામાં આવ્યું હતુ.
ટેન્કરમાંથી પ્રોપેલીન ગેસ લિકેજ થવાની ઘટનામાં ફાયર, આરોગ્ય, પોલીસ, સહિતની સરકારી એજન્સીઓના ત્વરિત રિસસ્પોન્સથી સફળતાપૂર્વક મોકડ્રીલ પાર પાડવામાં આવી હતી. આ સમગ્ર એક્સરસાઈઝ પ્રાંત અધિકારી રાજેશ ઠુંમરના માર્ગદર્શન અને દેખરેખમાં યોજવામાં આવી હતી.
આ મોકડ્રીલમાં ટેન્કરમાંથી ગેસ લિકેજ થવાની ઘટનામાં માત્ર 15 મિનિટમાં સફળતાપૂર્વક કાબૂ મેળવી લેવામા આવ્યો હતો. આ એક્સરસાઈઝમાં બે લોકોને ગેસ ગળતર થવાથી ત્વરિત સારવાર અર્થે ખસેડી, તેમનો બચાવ કરવામાં હતો.