વલસાડઃ કપરાડા તાલુકાના મોટી પલસાણ ગામે કરજલી બરડા ફળીયામાં રહેતા એક પરિવારનું ઘર વધુ વરસાદને પગલે રાત્રી દરમિયાન ધડકાભેર તૂટી પડતા ઘરમાં સુઇ રહેલા 12 લોકો અવાજ સાંભળી ઘરની બહાર દોડી આવતા બચી ગયા હતા અને ઘરની એક તરફનો ભાગ તૂટી જતા વરસાદી પાણી ઘરમાં ફરી વળતા સમાન અનાજ અને ઘર વખરીને નુકશાન પહોંચ્યું છે.
કપરાડાના મોટી પલસાણ ગામે કરંજલી ફળીયામાં મકાન ધરાશાયી, 12 લોકોનો ચમત્કારિક બચાવ - 12 લોકોનો ચમત્કારિક બચાવ
વલસાડ કપરાડા તાલુકાના મોટી પલસાણ ગામે કરજલી બરડા ફળીયામાં રહેતા એક પરિવારનું ઘર વધુ વરસાદને પગલે રાત્રી દરમિયાન ધડકાભેર તૂટી પડતા ઘરમાં સુઇ રહેલા 12 લોકો અવાજ સાંભળી ઘરની બહાર દોડી આવતા બચી ગયા હતા, આમ, સદનસીબે ઘરના તમામ સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો.
કપરાડા તાલુકાના મોટી પલસાણ કરંજલી (બરડા પાડા) ફળિયામાં સકાભાઈ સાંવજીભાઈ ગોંડ ખેત મંજૂરી કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા હતા, પરંતુ રાત્રી દરમિયાન અચાનક ભારે વરસાદ અને વાવઝોડાના કારણે સકાભાઈ સાવજીભાઈ ગોંડનું ઘર ધરશાયી થઈ ગયું હતું, ઘર એ રીતે ધરશાયી થયું કે, ઘરના બે ભાગ થઈ ગયા હતા, ઘરનો એક ભાગ આખો પડી ગયો હતો, આ ઘરમાં 12 જેટલા સભ્યો રહેતા હતા, જો કે, સદનસીબે ઘરના તમામ સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો.
રાત્રી દરમિયાન કડાકાભેર આવી પડેલા ઘરના એક તરફના ભાગને લઈને ઘરના તમામ સભ્યો ઘરની બહાર દોડી આવ્યા હતાં. નોંધનીય છે કે, ઘર ધરાશાયી થતાં ઘરમાં મુકેલા અનાજ, કઠોળ, કપડાં, વાસણો, બાળકોના ચોપડા તેમજ ઘર ગથ્થું સામાન વરસાદી પાણીમાં પલળી ગયો હતો. જેથી સરકારી તંત્ર તાત્કાલિક ધોરણે ઘરના મોભી પર આવી પડેલી કુદરતી આફતમાં સહકાર તેમજ મદદ કરે એવી આશા પરિવારજનો કરી રહ્યાં છે.