મહેસાણાઃ જિલ્લામાં કેમિકલ પ્રોસેસ સહિતના કેમિકલ ઉપયોગનો કારોબાર ચાલી રહ્યો છે. ત્યાં કેટલીક વાર કેમિકલને લઈ ભારે નુકસાનની ભીતિ પણ સેવાતી હોય છે. જોકે, તાજેતરમાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટિમ દ્વારા મહેસાણાથી શોભાષણ જતા માર્ગ પર કેમિકલનો ગેરકાયદેસર નિકાલ કરાતો હોવાની બાતમી પોલીસને મળી હતી.
મહેસાણામાં ગેરકાયદેસર રીતે કેમિકલનો નાશ કરવાનું ષડયંત્ર ઝડપાયું - A conspiracy to destroy the chemical illegally was caught
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટિમ દ્વારા મહેસાણાથી શોભાષણ જતા માર્ગ પર કેમિકલનો ગેરકાયદેસર નિકાલ કરાતો હોવાની બાતમી પોલીસને મળી હતી.
ગેરકાયદેસર રીતે કેમિકલનો નાશ કરવાનું ષડયંત્ર ઝડપાયું
બાતમી મળતાની સાથે જ પોલીસે દરોડા પાડી સ્થળ પર એક મોટા ટેન્કરમાં કેમિકલ ભરી લાવી 100 ફૂટ લાંબી પાઈપ દ્વારા સિમેન્ટના હોજમાં કેમિકલ ઠાલવી દઈ કેમિકલ ગેરકાયદેસર રીતે જમીનમાં ઉતારવાનું કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં પોલીસે સ્થળ પરથી 15000 લીટર કેનિકલ ભરેલ ટેન્કર, પાઇપો સહિત 7 લાખનો મુદ્દામાલ કબ્જે કરી જાણવાજોગ ફરિયાદ નોંધી બનવા અંગે સંડોવાયેલા શખ્સ સામે તપાસ કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.