ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના પોલો ફોરેસ્ટ વિડીયોગીત બનાવનારા ચાર સામે ફરિયાદ નોંધાઇ - Forest Video Song

પ્રખ્યાત પોલો ફોરેસ્ટમાં પરવાનગી વિના આલ્બમના ગીતનું રેકોર્ડિંગ કરનારા ચાર સામે ફરિયાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

સાબરકાંઠા
સાબરકાંઠા

By

Published : Aug 10, 2020, 10:26 PM IST

સાબરકાંઠાઃ પ્રખ્યાત પોલો ફોરેસ્ટમાં પરવાનગી વિના આલ્બમના ગીતનું રેકોર્ડિંગ કરનારા ચાર સામે ફરિયાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

છેલ્લા કેટલાક સમયથી વિજયનગરનું પોલો ફોરેસ્ટ ઉત્તર ગુજરાતનું એકમાત્ર પ્રખ્યાત અને પ્રસિદ્ધ તેમજ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા મનમોહક દ્રશ્યો ધરાવનાર સ્થળ બની રહ્યું છે. જેના પગલે હજારો લોકો તેના મુલાકાતી બની રહ્યા છે. તેમજ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ કરી રહ્યા છે જો કે, બનાસકાંઠાના ધાનેરાના કેટલાક લોકોએ પરમીશન વિના બાવરી ધ ફોરેસ્ટ લાઈફ નામના આલ્બમનું ગીતનું શુટીંગ કરી સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કરતા સ્થાનિક જંગલ અધિકારી દ્વારા ચાર વ્યક્તિઓ સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં પરમીશન વિના કોઈપણ શૂટિંગ કરનારા સામે પણ ઠોસ પગલાં ભરવાની શરૂઆત કરવામાં આવી છે.

પોલો ફોરેસ્ટમાં જિલ્લા મેજીસ્ટ્રેટની પરમીશન વિના કોઈપણ વ્યક્તિને પ્રતિબંધિત એરિયામાં વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તેમ જ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી સમગ્ર ગીતનું શૂટિંગ કરનારાઓ સામે કાયદાના ભંગનો તેમજ વન વિભાગમાં પ્રતિબંધિત એરિયામાં પ્રવેશ કરવા સહિતની ફરિયાદ નોંધાઇ છે જોકે, ભૂતકાળમાં અન્ય કેટલાક લોકોએ પણ પરમીશન વિના કરેલા રેકોર્ડિંગ અને શૂટિંગ કરનારાઓ સામે પણ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવી પૂરી સંભાવના છે.

જોકે, પોલો ફોરેસ્ટની આગામી સમયમાં સમગ્ર ગુજરાત કક્ષાએ શ્રેષ્ઠતમ બનાવવાની મુહિમ કેટલી સફળ થાય છે. એ તો સમય બતાવશે, પરંતુ હાલમાં સમગ્ર ગુજરાત માટે મીની કાશ્મીર તરીકે પ્રસિદ્ધિ પામી રહ્યું છે, ત્યારે વનવિભાગ દ્વારા પણ નક્કર પગલાની જરૂરિયાત છે.

ABOUT THE AUTHOR

...view details