ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાંગ જિલ્લાનાં વઘઇમાં 5 ઇંચ વરસાદ, 12 જેટલાં ગામો થયા સંપર્ક વિહોણા - 12 જેટલાં ગામો સંપર્ક વિહોણા

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજાએ વિધિવત રીતે પધરામણી કરી હોય તેમ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી છે.

ડાંગ જિલ્લાનાં વઘઇમાં 5 ઇંચ વરસાદ, 12 જેટલાં ગામો સંપર્ક વિહોણા
ડાંગ જિલ્લાનાં વઘઇમાં 5 ઇંચ વરસાદ, 12 જેટલાં ગામો સંપર્ક વિહોણા

By

Published : Aug 16, 2020, 10:10 PM IST

ડાંગઃ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરતપણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેનાં કારણે અંબિકા અને ખાપરી નદીને સાંકળતા 7થી વધુ કોઝવે પાણીમાં ગરક થઈ ગયાં હતાં. જેનાં લીધે 12 જેટલાં ગામડાઓ સંપર્ક વિહોણા બન્યાં હતાં.

છેલ્લાં એક મહિનાથી મેઘરાજા રિસામણાં બન્યાં હતાં જેનાં કારણે ચોમાસા દરમિયાન પણ ડાંગ જિલ્લામાં ખેડૂતો માટે ફાંફા મારવા પડયા હતા. પણ છેલ્લા 7 દિવસથી વિધિવત વરસાદ ચાલું થતા ખેડૂતો પણ ખુશહાલ બન્યાં છે. છેલ્લા બે ત્રણ દિવસથી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

જેના કારણે ડાંગની ચાર નદીઓ અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણાં નદીમાં ઘોડાપુરની સ્થિતી ઉભી થવા પામી છે. ગત રાત્રીથી અવિરત વરસાદ ચાલું રહેતાં સવારના 8 વાગ્યાંની સ્થિતિએ 7 જેટલાં માર્ગો બંધ કરવામાં આવ્યાં હતાં. જે પેકી બપોરનાં 1 વાગ્યાંની આસપાસ 4 જેટલાં કોઝવે ઉપરથી પાણી ઓસરી જતાં માર્ગો ખુલ્લા મુકાયા હતાં.

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લા છેલ્લા 36 કલાક દરમિયાન આહવામાં 3.36 ઇંચ, સુબિરમાં 3.68 ઇંચ, સાપુતારામાં 3.12 ઇંચ, જ્યારે વઘઇમાં સૌથી વધું 5.44 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details