ગુજરાત

gujarat

નેત્રંગના કંબોડીયા ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

By

Published : Oct 1, 2020, 5:21 PM IST

ભરુચના નેત્રંગના કંબોડીયા ગામ નજીક કાર વૃક્ષ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે. કાર વૃક્ષ સાથે અથડાયા બાદ પલટી મારી જતાં સર્જાયેલા અકસ્માતથી અરેરાટી વ્યાપી છે.

ગમખ્વાર અકસ્માત
ગમખ્વાર અકસ્માત

ભરુચઃ કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉન બાદ જનજીવન નિયમીત થતા ફરી અકસ્માતનો દોર વધી રહ્યો છે. એક તરફ વરસાદને લીધે રસ્તાઓની બિસ્માર હાલત થઈ છે, તો એક તરફ રોડને 4 ટ્રેકમાં બનાવવાની કામગીરીમાં મુકવામાં આવેલા ડાઈવર્ઝન પણ અકસ્માતનું કારણ બની રહ્યા છે. તો કયાંક વાહનચાલકની બેદરકારીથી પણ મોટી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. ત્યારે નેત્રંગના કંબોડીયા ગામ નજીક કાર વૃક્ષ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે. કાર-વૃક્ષ સાથે અથડાયા બાદ પલટી મારી જતાં સર્જાયેલા અકસ્માતથી અરેરાટી વ્યાપી છે.

બુધવારે રાત્રીના સમયે નેત્રંગ માંડવી રોડ પરથી પસાર થઇ રહેલા સ્કોર્પિયો કારનાં ચાલક ગણેશ વસાવાએ કાર બેફિકરાઈથી અને ગફલતભરી રીતે હંકારતા કાર કંબોડિયા ગામ નજીક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેથી આ કારમાં સવાર 3 મહિલા સહિત કુલ ચાર લોકોના કરુણ મોત નીપજ્યા હતા.

બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, તેમજ મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details