ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ જેલના 29 કેદીઓ સહિત 5 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

રાજકોટ શહેર અને ગ્રામ્ય બાદ હવે મધ્યસ્થ જેલના કેદીઓ પણ કોરોના થી સંક્રમિત થવા લાગતા ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં 29 કેદીઓ સાથે 5 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા હાલ તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

રાજકોટ જેલના 29 કેદીઓ સહિત 5 કર્મચારીઓ કોરોના પોઝિટિવ
રાજકોટ જેલના 29 કેદીઓ સહિત 5 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

By

Published : May 2, 2021, 7:09 PM IST

  • રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના પોઝિટિવ કેસ
  • રાજકોટ જેલના 29 કેદીઓ સાથે 5 કર્મચારીઓ કોરોના પોઝિટિવ
  • મેડિકલ ઓફિસરો સતત રાખી રહ્યા છે દેખરેખ

રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે. એવામાં રાજકોટમાં પણ દરરોજ કોરોના નવા 500થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજકોટની પોપટપરા ખાતે આવેલી મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા 29 જેટલા કેદીઓને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે જેલમાં ફરજ બજાવી રહેલા 5 કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા છે. હાલ કેદીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ મનપાના રેન બસેરા ખાતે રાખવામાં આવ્યા છે. જ્યારે તેઓ અહીં ક્વોરેન્ટાઈન છે. રાજકોટ જેલમાં પણ કોરોના કહેર હાલ જોવા મળતા ચિંતાનો વિષય બન્યો છે.

રાજકોટ જેલના 29 કેદીઓ સહિત 5 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

29 કેદીઓ અને 5 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

રાજકોટ મધ્યસ્થ જેલમાં અલગ અલગ સજા ભોગવી રહેલા કેદીઓમાંથી 29 કેદીઓ સાથે 5 જેલકર્મીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે જેલમાં અન્ય કેદીઓ કોરોના પોઝિટિવ આવે તો તેઓ માટે અહીં જેલતંત્ર દ્વારા કેદીઓને ક્વોરેન્ટાઈન રાખવા માટે અલગ હોલની વ્યવસ્થા કરવામાં આવી છે. જેલમાં જો કોઈ કેદીને કોરોનાના લક્ષણ દેખાય તો તેના માટે રેપીડ ટેસ્ટ ટેસ્ટ જ કરવામાં આવી રહ્યા છે. જ્યારે અન્ય કેદીઓ કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે જેલ તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બે મેડિકલ ઓફિસરની સતત દેખરેખ

આ અંગે જેલ કર્મચારી સુધીરભાઈ સાથે ઇટીવી ભારતે વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે જેલમાં અન્ય કેદીઓ કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે સતત બે ડોક્ટરની ટીમ દ્વારા કેદીઓ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. જ્યારે કેદીઓને સામાન્ય લક્ષણ પણ દેખાય તો તાત્કાલિક તેમનો રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. તેમજ અહીં અલગ જગ્યાએ જ કોરાંટાઈન રાખવામાં આવે છે. જો તેમને વધુ સારવારની જરૂર પડે તો રાજકોટ કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામા આવે છે.

ABOUT THE AUTHOR

...view details