ખેડાઃ જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જીંજર ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા 23 જુગારીઓને કપડવંજ ડિવિઝન સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં છે. રૂપિયા 1,65,870નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ખેડામાં અમદાવાદના 23 જુગારીઓ ઝડપાયા - મહેમદાવાદ તાલુકાના જીંજર ગામે રહેણાંક મકાનમાંથી જુગાર
મહેમદાવાદ તાલુકાના જીંજર ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા 23 જુગારીઓને કપડવંજ ડિવિઝન સ્ક્વોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં છે. રૂપિયા 1,65,870નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કપડવંજ ડિવિઝન સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેને આધારે મહેમદાવાદ તાલુકાના જીંજર ગામે રહેણાંક મકાનમાં રેઈડ પાડવામાં આવી હતી. જેમાં સફીમિયા નીઝામમિયા મલેકના રહેણાંક મકાનમાંથી અમદાવાદથી આવેલા 23 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતાં.
પોલીસ દ્વારા રોકડ તેમજ 17 નંગ મોબાઈલ સહિતનો કુલ રૂપિયા 1,65,870નો મુદ્દામાલ ઝડપી તમામ વિરૂદ્ધ જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, જિલ્લાના શહેરો સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠેર-ઠેર જુગારધામો ધમધમી રહ્યાં છે, ત્યારે કડક કાર્યવાહી જરૂરી બની છે.