ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોત્રી હોસ્પિટલના 18 તબીબો અને મેડિકલ સ્ટુડન્ટ તથા 36 નર્સ કોરોના સંક્રમિત થયા - Vadodara Corona update

વડોદરાની ગોત્રી હોસ્પિટલના 18 તબીબો અને 36 નર્સ કોરોના સંક્રમિત થયા છે. દિવસે ને દિવસે શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાની સારવાર કરતા તબીબો પોતે જ કોરોનાગ્રસ્ત થતાં લોકોમાં પણ ભયનો માહોલ છે.

ગોત્રી હોસ્પિટલના 18 તબીબો અને મેડિકલ સ્ટુડન્ટ તથા 36 નર્સ કોરોના સંક્રમિત થયા
ગોત્રી હોસ્પિટલના 18 તબીબો અને મેડિકલ સ્ટુડન્ટ તથા 36 નર્સ કોરોના સંક્રમિત થયા

By

Published : May 7, 2021, 4:54 PM IST

વડોદરામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પણ થયા સંક્રમિત

ગોત્રી હોસ્પિટલના 18 તબીબો અને મેડિકલ સ્ટુડન્ટ તથા 36 નર્સ કોરોના સંક્રમિત થયા

હોસ્પિટલ સ્ટાફમાં પણ કોરોના સંક્રમણ ફેલાતા લોકોમાં ભય

વડોદરા: શહેરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ગતરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મેડીકલ બુલેટિન બહાર પાડવામાં આવે છે તેમાં 947 કેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા જેમાં 11 દર્દીઓનું મોત પણ થયું હતું કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 49,515 જે જ્યારે મોતનો આંકડો 435 નોંધાયો છે.

કોરોના સંક્રમણથી કોઈ નથી બાકાત

કોરોના ફ્રન્ટ વોરિયર્સ તરીકે ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ નર્સ પોલીસ જવાન પત્રકાર કોરોનાથી સંક્રમિત થયા છે અને મૃત્યુ પણ થયું છે. ત્યારે વડોદરા શહેરના ગોત્રી કોવિડ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ કોરોના સંક્રમિત થયા છે ગોત્રી હોસ્પિટલ ફરજ બજાવતા 18 જેટલા ડોક્ટરો, મેડિકલ સ્ટુડન્ટ અને 36 નર્સ કોરોના સંક્રમિત થયા છે. ગોત્રી હોસ્પિટલમાં 700 દર્દી વચ્ચે 180 તબીબો અને નર્સનો સ્ટાફ છે. 3 શિફ્ટ પૈકી 1 શિફ્ટમાં 60 તબીબો ફરજ નિભાવે છે. તેમાં 18 તબીબો મેડિકલ સ્ટુડન્ટ 36 નર્સ કોરોનાથી સંક્રમિત થતાં ખળભળાટ મચી ગયો છે. કોરોના વાઇરસ કોરોના સંક્રમિત થતાં અન્ય ડૉક્ટરો નર્સ અને સ્ટુડન્ટમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે ગોત્રી હોસ્પિટલમાં સ્ટાફની પણ અછત જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details