- રાજકોટમાં કોરોનાના વધુ 16 દર્દીઓના થયા મોત, કુલ કેસ 2500ને પાર
- 1374 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 16 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે. જેમાં 14 રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને 2 ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા.
છેલ્લા 15 દિવસમાં રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં 221 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. રાજકોટમાં આજે 12 વાગ્યા સુધીમાં કોરોનાના વધુ 28 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીના કોરોનાના પોઝિટિવ કેસની વાત કરીએ તો રાજકોટ શહેરમાં કુલ 2592 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 1374 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ સૌરાષ્ટ્રનું હબ છે ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે જેને લઈને પણ રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળો રહ્યો છે.