મોરબીઃ જિલ્લામાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. જેમાં વધુ 16 કેસ પોઝિટિવ નોધાયા છે, તો 17 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તેમજ 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
મોરબી જિલ્લામાં વધુ 15 કેસ પોઝિટિવ, 3 દર્દીના મોત - કોરોનો પોઝિટિવ રિપોર્ટ
મોરબી જિલ્લામાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં વધુ 16 કેસ પોઝિટિવ નોધાયા છે, તો 17 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તેમજ 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસમાં વાંકાનેરની વૃંદાવન સોસાયટીમાં રહેતા 29 વર્ષના યુવાન, મોરબીની પખાલી શેરીમાં રહેતા 55 વર્ષના મહિલા, ઓર્બીના વજેપર શેરી નંબર 10માં રહેતા 42 વર્ષના પુરુષ, મ્રોબીના બોધનગર નઝરબાગ નજીક રહેતા 22 વર્ષની યુવતી, મોરબીના નવલખી રોડ પર આવેલા અક્ષરધામ પાર્કમાં રહેતા 39 વર્ષના પુરુષ, મોરબીની કરિયા શેરીમાં રહેતા 70 વર્ષના વૃદ્ધ, હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા 89 વર્ષના વૃદ્ધ, મોરબીની પખાલી શેરીમાં રહેતા 55 વર્ષના મહિલા, મોરબીના પટેલ કન્યા છાત્રાલય રોડ પર રહેતા 60 વર્ષના મહિલા, મોરબીના અમરનગર ગામે રહેતા 40 વર્ષના પુરુષ, મોરબીના ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ પર રહેતા 35 વર્ષના પુરુષ, મોરબીના મકરાણીવાસ દરગાહ નજીક અએવ્લ રતનવિલામાં રહેતા 68 વર્ષના પુરુષ, મોરબીના જુના આમરણ ગામે રહેતા 30 વર્ષના પુરુષ, વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં રહેતા 77 વર્ષના પુરુષ, વાંકાનેરમાં મોર્ડન સિનેમા પાછળ રહેતા 39 વર્ષના પુરુષ અને હળવદના નવા ઈશનપુર ગામે રહેતા 49 વર્ષના પુરુષને કોરોનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
જિલ્લામાં વધુ 16 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તેમજ 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જેમાં મોરબીના ઓમપાર્કમાં રહેતા 55 વર્ષના મહિલા, મોરબીના ગ્રીનચોકમાં રહેતા 86 વર્ષના વૃ્દ્ધ અને વાંકાનેરના લક્ષ્મીપરા મેઈન રોડ પર રહેતા 60 વર્ષના મહિલાનું મૃત્યુ થયું છે. જેથી મોરબી જિલ્લામાં કોરોનાનો કુલ આંક 803 પર પહોચ્યો છે, તો 508 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે તેમજ 48 દર્દીઓના મૃત્યુ થઇ ચુક્યા છે. હાલ 247 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.