ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 125 કેસ નોંધાયા

પાટણ જિલ્લામાં ધીરે-ધીરે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. મંગળવારે જિલ્લામાં 125 નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 9686 થઈ છે. જિલ્લામાં ચોવીસ કલાકમાં 155 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.

પાટણ જિલ્લામાં કોરોનાના નવા 125 કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં કોરોનાના નવા 125 કેસ નોંધાયા

By

Published : May 11, 2021, 10:24 PM IST

● કોરોના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો

● જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 9686 પર પહોંચ્યો

● પાટણ શહેરમાં 18 કેસ નોધાયા

● પાટણ શહેરમાં પોઝિટિવ આંક 3879પર પહોંચ્યો

● 155 દર્દીઓ સ્વસ્થ થયા

પાટણ શહેરમાં 24 કલાકમાં નવા 18 પોઝિટિવ કેસો નોંધાયા છે. મંગળવારે નોંધાયેલા કેસ સાથે પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3879 થઈ છે.પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 24 ,ચાણસ્મા શહેરમાં 3 તાલુકામાં 11, સિધ્ધપુર શહેરમાં 6અને તાલુકામાં 19 હારીજ શહેરમાં 4 અને તાલુકામા 9, સરસ્વતી તાલુકામાં 9,સમી ગામ માં 1 અને તાલુકામાં 14, શંખેશ્વર તાલુકાના ટુવડ ગામમાં 3 અને , રાધનપુર શહેરમાં 3 કેસ નોંધાયા છે . પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 9686 ઉપર પહોંચ્યો છે . જ્યારે પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3879 થઈ છે.

753 દર્દીઓ હોમ આઇસોલેશન માં સારવાર હેઠળ, 536 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ

જિલ્લામાં 536 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ હાલ પેન્ડીંગ છે . જ્યારે કોરોના પોઝિટિવ 303 દર્દીઓ અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 753 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. પાટણ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 24 કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details