ગુજરાત

gujarat

ETV Bharat / state

કડાણા ડેમમાં પાણીનું જળસ્તર જાળવી રાખવા એક ગેટ ખોલાયો

કડાણા ડેમનું જળ સ્તર જળવાઈ રહે તે પ્રમાણે ઉપરવાસમાંથી જે મુજબ પાણીની આવક છે તે મુજબ જ ડેમમાંથી એક ગેટ ખોલી પાણીની જાવક કરવામાં આવી રહી છે. હાલમાં ડેમ ભયજનક સપાટીથી 1 ફૂટ ખાલી છે, ત્યારે કડાણા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.

કડાણા ડેમમાં પાણીનું જળસ્તર જાળવી રાખવા 1ગેટ ખોલાયો
કડાણા ડેમમાં પાણીનું જળસ્તર જાળવી રાખવા 1ગેટ ખોલાયો

By

Published : Aug 28, 2020, 1:44 PM IST

મહિસાગરઃ જિલ્લામાં કડાણા ડેમનું જળ સ્તર જળવાઈ રહે તે મુજબ ઉપરવાસમાંથી જે મુજબ પાણીની આવક છે તે મુજબ જ ડેમમાંથી એક ગેટ ખોલી પાણીની જાવક કરવામાં આવી રહી છે. હાલમાં ડેમ ભયજનક સપાટીથી 1 ફૂટ ખાલી છે, ત્યારે કડાણા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.

કડાણા ડેમમાં પાણીનું જળસ્તર જાળવી રાખવા 1ગેટ ખોલાયો

કડાણા ડેમના ઉપરવાસમાંથી 24,461 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું જળસ્તર 418 ફૂટ પર પહોંચ્યું છે. જે ભયજનક સપાટી 419 ફૂટ કરતાં ફક્ત 1 ફુટ ઓછું છે. હાલમાં ડેમનો એક ગેટ 2 ફૂટ ખોલી 3361 ક્યુસેક પાણી તેમજ ડેમના 4 પાવર હાઉસ કાર્યરત રાખી પાવર હાઉસ મારફતે 20,000 ક્યુસેક પાણી થઇ કુલ 23,361 ક્યુસેક પાણી મહિ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેમજ 1100 ક્યુસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની જે મુજબ આવક છે તે મુજબ જાવક થઈ રહી છે. આમ કુલ પાણીની જાવક 22,461 ક્યુસેક છે.

ડેમમાં 60 મેગાવોટના ચાર પાવર હાઉસ કાર્યરત રાખી 240 મેગાવોટનું વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેમનું જળસ્તર 418 ફૂટ છે જે 1 સપ્ટેમ્બરના રુલ લેવલ 416 ફુટ કરતાં 2 ફૂટ વધારે છે. જ્યારે ભયજનક સપાટી 419 ફુટથી એક ફૂટ ઓછું છે.

ABOUT THE AUTHOR

...view details