તાપીમાં યોગ દિન નિમીતે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં કલેકટર નિનામા દ્વારા આ દિને જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. જેના આયોજન માટે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવનાર કામગીરીની વિગતવાર ચર્ચા કરી કાર્યક્રમ સંદર્ભે જિલ્લા /તાલુકા કક્ષાની સંકલન સમિતિઓનું ગઠન , નોડલ અધિકારીઓની નિમણુક , જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્થળોની પસંદગી, ભાગ લેનારાઓનું રજીસ્ટ્રેશન કરવા સહિતની બાબતે ઉપયોગી માર્ગદર્શન અપાયુ હતું.
ખાસ કરીને વિવિધ સમિતીઓની રચના કરી, ઉચ્ચાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગત વર્ષની જેમ આ વખતે પણ સયાજી ગ્રાઉન્ડ વ્યારા ખાતે કરવામાં આવશે. લોકો જીવનમાં યોગનું મહ્ત્વ સમજી વધુમાં વધુ જોડાય તે માટે સ્થાનિક સ્તરે પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયત્નો કરવા સબંધિત અધિકારીઓને ખાસ સુચના આપી હતી.