આ વિસ્તારમાં વસતો આદિવાસી સમાજ ગુજરાતી ભાષા પણ સરળતાથી બોલી શકતો નથી ત્યારે તેઓ પોતાની પીડા કેવી રીતે વર્ણવી શકે. આ વિસ્તારમાં ગરીબ જનતાને પાણી પહોચાડવા સરકારે કરેલા કરોડોના ખર્ચ લેખે લાગ્યા નથી ત્યારે આ ગરીબ ભોળી જનતાના પાણી ના રૂપિયા ચાઉં કરી જનારા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના જીવનમાં કોઈ સંવેદના જ ન હોય તેવું લાગી રહ્યું છે.
ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે વલખા મારતી તાપી જિલ્લાની જનતા - gujarat
તાપીઃ જીવન જીવવા માટે જળ ખુબજ જરૂરી છે ત્યારે તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના 13 ગામડાઓમાં રહેતી આદિવાસી જનતા પાણી માટે વલખા મારી રહી છે. ઉકાઈ ડેમથી માત્ર 30 થી 40 કિલોમીટરના અંતરે આવેલો આ ડુંગરાળ પ્રદેશ પીવાના પાણી માટે ટળવળી રહ્યો છે.
ત્યારે મલંગદેવ ખાતે આવેલા એક જ બોરમાંથી અડધાનાં પાઈપ વડે ત્રણ ટ્રકોમાં મુકેલી ટાંકીઓમાં પાણી ભરી આ 13 ગામોમાં પહોચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ત્યારે આ અડધાનાં પાઈપથી એક ટ્રકમાં પાણી ભરાતા ત્રણથી ચાર કલાકનો સમય વ્યતીત થાય છે ત્યારે 13 ગામડાઓમાં કેટલીક જગ્યાએ છ દિવસે પાણી નસીબ થાય છે ત્યારે કેટલીક જગ્યાએ મહિના સુધી પણ પાણી મળતું નથી ત્યારે પ્રજાજનોએ દુર દુર સુધી પાણીની શોધમાં નીકળવું પડે છે.
જોવા જઈએ તો ગત વર્ષે ઓછા વરસાદના કારણે રાજ્યમાં પાણીની અછતની બુમ સંભળાય તે બની શકે પરંતુ સોનગઢ તાલુકાના આ 13 ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાઓ ઠેરની ઠેર જ છે ત્યારે સરકાર રાજ્યના આ નાગરીકોની ક્યારે જરૂરીયાત પૂરી કરશે ? અહીંની જનતાની પાણીની પ્યાસ ક્યારે બુઝશે ? ક્યારે આ વિસ્તારમાં સચોટ અને અસરદાર યોજનાઓ તૈયાર થશે ? હાલ તો આ મહત્વના પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.