તાપીઃ તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું બાલપુર ગામના લોકો 5 વર્ષથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બાલપુર ગામમાં પીવાના પાણીની કોઈ કાયમી અને નક્કર વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવી રહી. બાલપૂર ગામમાં પીવાના પાણીની સમસ્યા એક, બે નહીં પરંતુ છેલ્લા 5 વર્ષથી છે. આ સાથે જ માનવામાં જ ન આવે કે આ ગામ પણ વહીવટી તંત્ર હેઠળ આવે છે.
લોકોએ પીવાના પાણી માટે દૂરદૂર 1 કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડે છે ભરબપોરે પીવાના પાણી માટે જવું પડે છે દૂર - તાપી જિલ્લામાં સામેલ વ્યારા તાલુકાનું બાલાપુર ગામ આજે પણ પાણી માટે વલખાં મારી રહ્યું છે. અધૂરામાં પૂરું અત્યારે ઉનાળો ચાલી રહ્યો હોવાથી પાણીની સમસ્યા ગંભીર બની છે. અહીં ઉનાળા દરમિયાન પણ લોકોએ પીવાના પાણી માટે દૂરદૂર 1 કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડે છે.
આ પણ વાંચોઃ Water Crisis in Gujarat : 35 દિવસ સુધી પાણી ન મળે તો શું થાય? જાણો આ ગામડાંઓની રોષસભર વ્યથા
વહીવટી તંત્ર પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ - આ સાથે જ જાણી શકાય છે કે, આજ દિન સુધી તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી માત્ર 15 કિલોમીટર દૂર બાલપુર ગામના લોકોને પીવાનું પાણી પણ વહીવટીતંત્ર પૂરું પાડી શકી નથી. તેને લઈને ગામની મહિલાઓ વહીવટી તંત્ર સામે આક્ષેપો અને આક્રોશ વહીવટી તંત્ર સામે પીવાના પાણીને લઈને કર્યા હતા.
પ્રત્યેક ઘર માટે નલ સે જલ યોજના કાગળ પર આ પણ વાંચોઃ Water in Bhavnagar Dams : ભાવનગર શહેરવાસીઓ માટે આટલા દિવસનું પાણી, ડેમોની સ્થિતિ પણ જાણો
મહિલાઓની ફરિયાદ સાચી હોવાનો સ્વીકાર- અહીં બાલપુર ગામના નિશાળ ફળિયામાં રહેતા સ્થાનિક લોકોએ પણ આ વાતને સ્વીકારી હતી. તેમણે બાલપુર ગામની મહિલાઓની પીવાના પાણીની સમસ્યાને સાચી હોવાનું કહી તેમનું સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષથી બાલપુર ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવી, પરંતુ વર્તમાન સમયના સમગ્ર ગામને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તેવી વ્યવસ્થા પ્રત્યેક ઘર માટે નલ સે જલ યોજના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે પરંતુ યોજના ફક્ત સરકારી ચોપડા સુધી જ સીમિત જોવા મળી હતી.