ઉનાળાના આરંભે જ લીલા શાકભાજીના ભાવ ઉંચા ચડવા સાથે કોથમીર , લીંબુ તેમજ લીલા મરચાનો ભાવ 120 ને આંબી ગયા છે હાલમાં ઉનાળાની શરૂઆત થતાં જ શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે આવક ઓછી થતા ભાવમાં એકાએક વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.
ઉનાળો શરુ થતાં જ શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીઓના બજેટ ખોરવાયા - market
તાપી: આકરી ગરમીમાં લીલા શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે, ત્યારે જે લીલા શાકભાજી 40 થી 50 રૂપિયે મળતા હતા. તે જ શાકભાજી આજે 120 થી 140 રૂપિયે કિલો મળતા લોકોમાં રાડ બોલી ગઈ છે. ઉનાળામાં શાકભાજીની આવક ઓછી થતા થોડા દિવસોમાં લીલા શાકભાજીના ભાવ આસમાને જશે તેવું લાગી રહ્યું છે.
શાકભાજીના કિલો દીઠ ભાવોની વાતો કરીએ તો, લીલા મરચા 120, લીંબુ 120, પરવળ 100, વટાણા 100, ચોળી 120, આદુ 120, ગવાર 120, ભીંડા 80, કારેલા 120, ડુંગરી 20, બટાકા 20, ટામેટા 20, ફુલાવર 80, દૂધી 60 અને કાકડી 80 આ ભાવે એ.પી.એમ.સી માર્કેટમાં વેચાય રહ્યા છે ત્યારે અન્ય વિસ્તારોમાં ધમધમતા છૂટક શાકભાજી માર્કેટમાં લીલા શાકભાજી ડબલ ભાવે વેચાય રહ્યા છે.
ભર ઉનાળે શાકભાજીના ભાવો તો આસમાને પહોંચ્યા જ છે સાથે સાથે શહેરની હોટલો અને રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળીમાંથી લીલા શાકભાજી તો જાણે ગાયબ જ થઈ ગયા છે.