ગુજરાત

gujarat

ETV Bharat / state

ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

તાપીઃ હાલ સમગ્ર દેશ સહિત રાજ્યમાં પણ લોકો શાકભાજીના ભાવમાં અધધધ વધારો થતાં ચિંતામાં મુકાયા છે. ડુંગળીના ભાવની સાથે જ શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને સમગ્ર દેશમાં લોકો પરેશાન બન્યા છે.

ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

By

Published : Sep 28, 2019, 7:45 PM IST

હાલ ડુંગળીની વાત કરીએ તો ડુંગળીની ખેતી મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના વની, અભોણા, કરવણ, લસનગાવ, નાંદુરી તેમજ પીપલનેરમાં થતી હોય છે. જ્યાંથી ડુંગળીનું વેચાણ મોટા શહેરોના APMC માર્કેટમાં થાય છે. સુરત જિલ્લાાના સ્થાનિક શાકભાજી માર્કેટમાં ડુંગળી તેમજ અન્ય લીલા શાકભાજીના ભાવ બમણા થવા પામ્યા છે. ખાસ કરીને ડુંગળી કે, જે 20 રૂપિયે કિલો વહેંચાતી હતી જે ભાવ વધીને હાલ 80 રૂપિયે કિલો પર પહોંચી છે. જેના કારણે વેચાણમાં પણ 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

શાકભાજીના ભાવઃ

શાકભાજી ભાવ (પહેલા) ભાવ (હાલ)
ડુંગળી 20રૂપિયા 80રૂપિયા
રીંગણ 60રૂપિયા 100રૂપિયા
લસણ 140રૂપિયા 200રૂપિયા
તુવેર 80રૂપિયા 160રૂપિયા
લીલા ધાણા 50રૂપિયા 120રૂપિયા
પાપડી 50રૂપિયા 90રૂપિયા
ફણસી 40રૂપિયા 90 રૂપિયા
વટાણા 80રૂપિયા 160રૂપિયા
લીલું લસણ 160રૂપિયા 240રૂપિયા
લીલા મરચા 20રૂપિયા 50રૂપિયા
લીંબુ 80રૂપિયા 130 રૂપિયા

શાકભાજીઓમાં ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવ આજે ગરીબોને રડાવી રહ્યા છે. મધ્યમ પરિવારની ગૃહિણીઓ કે જેમને આજે શાકભાજીના ભાવો બમણા થતાં પોસાતા નથી તો સામાન્ય ગરીબ પરિવાર ક્યાંથી શાકભાજી ખાઇ શકે અને તેથી જ હાલ લોકો લીલા શાકભાજીને બદલે કઠોળ તરફ વળ્યા છે. એટલું જ નહીં વેપારીઓથી લઇને સામાન્ય લોકો શાકભાજીના ભાવ ઘટે તેની રાહ જોઇ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details