વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વાર શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન દ્વારા નિરીક્ષણ વડોદરા:વડોદરા શહેરમાં રામનવમીના દિવસે રામજીની શોભાયાત્રા પર થયેલા પથ્થર મારાને લઈ પોલીસ વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હનુમાન જયંતી આવી રહી છે જેને લઇને પોલીસ સતત ધ્યાન રાખી રહી છે કે ફરી વાર આવી ઘટના ના બને. તહેવારોમાં કોઇ પણ મારામારી કે બબાલ ના થાય તે માટે સતત કાર્યવાહી અને નિરક્ષણ કરવામાં આવી રહ્યું છે. હનુમાન જયંતીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વાર શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન દ્વારા નિરીક્ષણ કરી રહી છે.
ધાબાઓને ચેક કર્યા: શહેરમાં રામનવમીના દિવસે પથ્થરમારાની ઘટના બાદ ધાબા પોઇન્ટ ચેક કરવામાં આવ્યા હતા. વડોદરા શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના અતિ સંવેદનશીલ ગણાતા ફતેપુરા વિસ્તારમાં ડ્રોન કેમેરાના આકાશમાં ડ્રોન ઉડાવીને ધાબા પર પથ્થર કે અન્ય કોઈ ચીજ વસ્તુ નથી ને તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મહાદેવ ચૌધરીની આગેવાનીમાં શહેર ક્રાઈમબ્રાન્ચના પોલીસ અધિકારી અને કર્મચારીઓએ ડ્રોન કેમેરાના માધ્યમથી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. ધાબાઓને ચેક કર્યા હતા.
આ પણ વાંચો Vadodara Crime : નજર ચૂકવી દાગીના ઉતારી લેતી ટોળકીને વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ પાડી
ડ્રોન ઉડાવી નિરીક્ષણ:વડોદરા શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા પથ્થર મારાની ઘટના બાદ સતત કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતા ફતેપુરા વિસ્તારમાં પણ ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહે છે. પરંતુ આગામી દિવસમાં હનુમાન જયંતીને લઈ વિવિધ શોભા યાત્રાઓ નીકળવાની છે. શહેરમાં કોઈ અઇચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ અને પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની બેઠક બાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રોન કેમેરાથી સંવેદનશીલ વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં શહેરમાં ચાલી રહેલા તહેવારોને લઈ પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના ભાગ રૂપે ડ્રોન ઉડાવી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
આ પણ વાંચો Vadodara News : MGVCL સરકારી ઈમારતનું વીજ કનેક્શન કાપી નાખ્યું, લોકોને સેવાસદને ધરમના ધક્કા
મુખ્યપ્રધાનની બેઠક બાદ ડ્રોન ઉડ્યા:ઉલ્લેખનીય છે કે આજે વડોદરા શહેરની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની મેરેથોન બેઠક બાદ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનના સહારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. શહેરના સર્કિટ હાઉસ ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ રંજનબેન ભટ્ટ, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રામ નવમીના દિવસે રામજીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાને લઈને ચર્ચા થઈ હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.