ગુજરાત

gujarat

ETV Bharat / state

વ્યારાના ડોલારા ગામની સીમમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો - dead body found from the dolara village

17 મે ના રોજ વ્યારાના ડોલારા ગામની સીમમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વ્યારાના ડોલારા ગામની સીમમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
વ્યારાના ડોલારા ગામની સીમમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

By

Published : May 19, 2021, 5:36 AM IST

  • અંદાજે 55થી 60 વર્ષના શખ્સનો મૃતદેહ મળ્યો
  • ખેતર પાસેથી યુવાન મૃતદેહ મળી આવ્યો
  • ઘટનાસ્થળે આવેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી

તાપી: વ્યારાના ડોલારા ગામના એક ખેતર કિનારેથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ થતા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ડોલારા ગામના ખ્રિસ્તી ફળિયામાં રહેતા મનહરભાઈ ગામીક બપોરના સમયે પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા. જ્યાં તેમણે આ મૃતદેહને જોયો હતો. જેની જાણ તેમણે પોલીસને કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલીને મૃતકની હત્યા કરાઈ હતી કે કેમ? તે અંગે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details