ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી: ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લાને 25 ઑક્સિજન કોન્સટ્રેટર મશીનો ભેટ અપાયાં - સાંસદ પ્રભુભાઇ વસાવા

કોરોના સંક્રમણથી નાગરિકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે જેની સાથે સેવાભાવી સંસ્થાઓ પણ પોતાના વિસ્તારોમાં મદદરૂપ થઇ રહી છે. તાપી જિલ્લામાં આજે બારડોલીના દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા માનવસેવાના ભાગરૂપે આજના સમયની માગને ધ્યાનમાં રાખી 25 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોની ભેટ આપવામાં આવી છે.

તાપી: ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લાને 25 ઑક્સિજન કોન્સટ્રેટર મશીનો ભેટ અપાયાં
તાપી: ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લાને 25 ઑક્સિજન કોન્સટ્રેટર મશીનો ભેટ અપાયાં

By

Published : May 29, 2021, 2:15 PM IST

  • સાંસદ પ્રભુભાઇ વસાવાના હસ્તે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોનું લોકર્પણ
  • બારડોલીના દિવાળીબેન ટ્રસ્ટે આપી ભેટ
  • તાપી જિલ્લા માટે 25 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોની ભેટ

    વ્યારાઃ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોની ભેટનું લોકાર્પણ સાંસદ પ્રભુભાઇ વસાવાના હસ્તે જિલ્લાના સેવાસદન મીટીંગ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતથી સમગ્ર રાજ્યમાં લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યાં છે. આવી સ્થિતિ ફરી ન બને તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લા પ્રશાસન દ્વારા ઉચ્ચ કક્ષાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તાપી જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વહીવટીતંત્ર દ્વારા સમયસર અસરકારક પગલા લેવામાં આવ્યાં છે. જેની સાથે લોકોએ પણ જાતે સાવચેતી રાખવાની જરૂર છે. કોરોનાની ત્રીજી લહેરની પૂર્વતૈયારીના ભાગરૂપે સરકાર, પ્રશાસન સાથે અન્ય સેવાભાવી સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. તે માટે સૌ લોકો અભિનંદનને પાત્ર છે. જનભાગીદારી થકી જ આપણે કોરોના ઉપર વિજય મેળવી સુરક્ષિત રહી શકીશું
    કોરોનાની ત્રીજી લહેરની પૂર્વતૈયારીના ભાગરૂપે સરકાર, પ્રશાસન સાથે અન્ય સેવાભાવી સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે

આ પણ વાંચોઃ મલેશીયા કાંડની મુખ્ય સુત્રધાર ભરૂચની યુવતી વર્ષે પકડાઈ


અંતરિયાળ ગામોમાંથી આવતાં દર્દીઓ માટે આશીર્વાદરુપ બનશે મશીન


તાપી જિલ્લાના ઉચ્છલ, નીઝર, સોનગઢ, વ્યારા, વાલોડ તાલુકાના સીએસચીના આરોગ્ય વિભાગની ટીમ તથા જિલ્લાને આશરે કુલ રૂ.17 લાખના મૂલ્યના 25 મશીનની ભેટ આપવામાં આવી હતી. દિવાળીબેન ટ્રસ્ટના ડાયરેક્ટર મુકેશભાઈ ભગત દ્વારા મશીનને વાપરવાની સઘન તાલીમ મેડિકલ ઓફિસરોને પ્રેઝન્ટેશન દ્વારા અને લાઇવ ડેમો દ્વારા આપવામાં આવી હતી. સાથે જણાવ્યું હતું કે, “ગામડામાં અંતરિયાળ વિસ્તારમાં જ્યાં ઓક્સિજનની સુવિધાવાળા દવાખાના કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી. ત્યાં આ મશીનો લોકોના જીવ બચાવવા આરોગ્ય વિભાગને મદદરૂપ બનશે. દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને સુરતમાં આવા 1700થી વધુ મશીનો, 5 લાખ માસ્ક તથા 25000 કિટ અનાજ વિતરણ કરવામાં આવ્યું છે.”

આ કાર્યક્રમમાં તાપી જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ કોરોનાના સંક્રમણને અટકાવવા હાથ ધરવામાં આવેલ સકારાત્મક પગલા અંગે માહિતી આપી હતી. તથા અંતરિયાળ ગામોમાં લોકોને રસીકરણ બાબતે જાગૃત કરવા સ્થાનિક ભાષાના ઉપયોગ સાથે ગામના આગેવાનના સહયોગ મેળવી રસીકરણની પ્રક્રિયા વેગવાન બનાવવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને દિવાળીબેન ટ્રસ્ટની સ્વયંસેવકોની ટીમ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ પાક. સહિત આ દેશોમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા, સરકારે માંગી અરજી

ABOUT THE AUTHOR

...view details