ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત-ધૂલિયા નેશનલ હાઇવે પર ટ્રકમાં લાગી આગ - fire in truck

તાપીઃ ગુજરાત રાજ્યને અડીને આવેલા નવાપુર-પીપળનેર રસ્તા પર પસાર થઈ રહેલ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકમાં આગની ઘટનાના પગલે રોડના બન્ને છેડે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.

સુરત ધૂલિયા નેશનલ હાઇવે પર ટ્રકમાં આગ લાગતા ટ્રાફિક જામ

By

Published : May 23, 2019, 5:09 AM IST

ધૂલિયા જિલ્લાના સાક્રિ તાલુકાના ધવલીવિહીર ગામથી પસાર થતા સુરત-ધૂલિયા નેશનલ હાઇવે રોડ પરથી કપડા મટીરીયલ ભરી પસાર થઈ રહેલ ટ્રકમાં અચાનક આગ લાગતા ટ્રક ચાલક અને ક્લીનર તુરંત ટ્રકમાંથી ઉતરી ગયા હતા.

સુરત ધૂલિયા નેશનલ હાઇવે પર ટ્રકમાં આગ લાગતા ટ્રાફિક જામ

સમગ્ર ઘટનાની જાણ આસપાસના રહીશોએ પોલીસને કરતાં પોલીસે તાત્કાલિક પીપળનેર અને સાક્રિ ફાયર ફાયટરની ટીમને જાણ કરી હતી. ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અંદાજે બે કલાકની બાદ ટ્રકમાં લાગેલી આગ પર મહામેહનતે કાબુ મેળવ્યો હતો. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આગને લઈ નેશનલ હાઇવે રોડના બન્ને છેડે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details