ગુજરાત

gujarat

ETV Bharat / state

Assembly Election 2022: તાપીમાં કોંગ્રેસ દ્વારા ‘‘જન જાગરણ અભિયાન’’ની ટ્રેકટર રેલી - વિધાનસભાની ચૂંટણી

કોંગ્રેસ દ્વારા ‘‘જન જાગરણ અભિયાન’’ (Jan Jagran Abhiyan )ના ભાગરૂપે તાપી વ્યારાના ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરી, રાજસ્થાનના આરોગ્યપ્રધાન અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી રઘુ શર્માએ જન સભા સંબોધન શરૂ કર્યું.

Assembly Election 2022: તાપીમાં કોંગ્રેસ દ્વારા ‘‘જન જાગરણ અભિયાન’’ની ટ્રેકટર રેલી
Assembly Election 2022: તાપીમાં કોંગ્રેસ દ્વારા ‘‘જન જાગરણ અભિયાન’’ની ટ્રેકટર રેલી

By

Published : Nov 20, 2021, 11:02 PM IST

  • વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસ દ્વારા પ્રચાર-પ્રસારની શરૂઆત
  • તાપીમાં કોંગ્રેસ દ્વારા ‘‘જન જાગરણ અભિયાન’’ની ટ્રેકટર રેલી
  • ભાજપ સરકાર વિકાસના કામોમાં નિષ્ફળ નીવડી: કોંગ્રેસ

તાપી:2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2022 )ને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા પ્રચાર-પ્રસારની શરૂઆત કરી દેવામાં આવી છે. જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા 'જન જાગરણ અભિયાન' (Tapi Tractor rally) શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસે આકરા પ્રહારો કરતા કહ્યું કે, ભાજપ સરકાર વિકાસના કામોમાં નિષ્ફળ નીવડી છે. આજે તાપીના વ્યારા ખાતે 'જન જાગરણ અભિયાન' (Jan Jagran Abhiyan)યોજાયો હતો. જેમાં રાજસ્થાન સરકારનાં આરોગ્ય પ્રધાન અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી જીતેન્દ્ર બધેલ સહિત જિલ્લા કોંગ્રેસના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ સરકાર વિકાસના કામોમાં નિષ્ફળ નીવડી: કોંગ્રેસ

કિસાન વિજય દિનની ઉજવણી

ગત રોજ કેન્દ્રની મોદી સરકાર દ્વારા કૃષિક્ષેત્રેના ત્રણ મહત્વના કાયદા રદ કરતા 14 મહિનાથી ખેડૂતની સંઘર્ષની લડાઈની જીત ગણાવી કિસાન વિજય દિનની ઉજવણી નિમિત્તે સુરતના માંડવીથી તાપીના વ્યારા સુધી ટ્રેકટર રેલી યોજી હતી, જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ જોડાયા હતા.

આ પણ વાંચો:સોનગઢ ખાતે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં સામાજિક ક્રાંતિ અભિયાન

આ પણ વાંચો:તાપીમાં ખેડૂતોના મહેસૂલી પ્રશ્નોના નિકાલ અર્થે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

ABOUT THE AUTHOR

...view details