તાપી:જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે જિલ્લા સાત તાલુકામાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેને લઇને ૨૩ જેટલા રસ્તાઓ બંધ કરવા માં આવ્યા છે. જિલ્લામાં સવારે 6 થી 12 વાગ્યા સુધી માં સૌથી વધુ વરસાદ કુકરમુંડામાં નોંધાયો છે. છેલ્લા 6 કલાકમાં કરમુડા માં સૌથી વધુ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કુકરમુંડા માં ચાર ઇંચ થી વધુ વરસાદ પડતા નદીઓ થઈ બે કાંઠે તો વ્યારા ડોલવણમાં પણ બે ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
Tapi News: જિલ્લામાં ભારે વરસાદને પગલે 23 જેટલા લો લેવલ પુલ બંધ, - તાપી
તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તાર ના લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતાં તંત્ર દ્વારા બંધ કરાયા છે. જિલ્લાના પંચાયત હસ્તક ના કુલ 23 રસ્તા બંધ કરાયા છે. જેમાં વ્યારા 3 , ડોલવણ 2 , વાલોડ 3 અને સોનગઢ 15 પંચાયત હસ્તક ના રસ્તા બંધ થતાં વાહનચાલકો અને ગ્રામ્ય વિસ્તારના લોકોની સમસ્યા વધી છે.
લો લેવલ પુલ:ભારે વરસાદ ને કારણે નદીઓ બે કાંઠે વહેતા તંત્ર દ્વારા તાલુકા પંચાયત હસ્તકના લો લેવલ પુલ ભારે વરસાદને પગલે વ્યારા નાં 3, ડોલવણ 2, વાલોડ 3 અને સોનગઢ 15 એમ મળી કુલ 23 જેટલા લો લેવલ પુલ બંધ કરાયા છે.તાપી જિલ્લામાં 7 તાલુકામાં વ્યારા 2.25 ઇંચ,વાલોડ..1.25 ઇંચ ,સોનગઢ..1 ઇંચ, ડોલવણ..2.25 ઇંચ, ઉચ્છલ .50 ઇંચ, નિઝર..2.75 ઇંચ, કુકરમુંડા 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
મહત્વનો નિર્ણય:તાપી જિલ્લામાં મુસદ ધાર વરસાદ વરસતા કુકરમુંડા તાલુકામાં તાપી જિલ્લા માં સૌથી વધારે વરસાદ 4 ઇંચ નોંધાયો છે તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક થી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને તાપી જિલ્લા તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો .છે જેમાં 23 જેટલા ગામના રસ્તા બંધ થતાં અનેક ગામોના સંપર્ક કપાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.