તાપી જિલ્લામાં થોડા દિવસ પહેલા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને માજી નગરસેવક વિક્રમ તરસાડીયાની ઓડિયો કલીપ વાયરલ થઈ હતી. જે ક્લિપમાં વિક્રમ તરસાડીયા દ્વારા વ્યારા નગર પાલિકાના કોંગ્રેસના નગર સેવક દિલીપ જાધવના ભાઈ રાજુ જાધવને ભાજપમાં જોડાય જાવ નહિ તો સરકાર અમારી છે તમને પાસા હેઠળ જેલમાં મોકલાવી દઈશું. જેવો ઓડિયો ક્લિપ વ્યારા નગરમાં વાયુવેગે ફેલાયો હતો.
પથ્થરમારા પ્રકરણ: સામ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ - vice presidens
બારડોલી:બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવારની વ્યારા ખાતે નીકળેલી બાઈક રેલી દરમિયાન તાપી જિલ્લા ભાજપના ઉપપ્રમુખના ઘર પર પથ્થરમારો કરાયો હતો. ત્યાર બાદ ફરી કોંગ્રેસની બાઈક રેલી વિક્રમ તરસાડીયાના ઘર નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે વિક્રમ તરસાડીયાના ઘર તરફથી ધારાસભ્ય પુનાજી ગામીતની કાર પર પત્થર ફેંકાયો હોવાનો સામો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર બાબતે વ્યારા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
![પથ્થરમારા પ્રકરણ: સામ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3068059-thumbnail-3x2-vyara.jpg)
કોંગ્રેસ દ્વારા આ ક્લીપના આધારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ડો.તૃષાર ચૌધરીની બાઈક રેલી વ્યારા ખાતે નીકળી હતી. રેલી દરમિયાન તાપી જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ વિક્રમ તરસાડીયાના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાબતે વિક્રમ તરસાડીયાએ વ્યારા પોલીસ ફરીયાદ કરી હતી. ત્યારે બીજી તરફ ફરી કોંગ્રેસની બાઈક રેલી વિક્રમ તરસાડીયાના ઘર નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે વિક્રમ તરસાડીયાના ઘર તરફથી ધારાસભ્ય પુનાજી ગામીતની કાર પર પત્થર ફેંકાયો હોવાનો સામો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર બાબતે ફરિયાદ પણ પોલીસમાં નોંધાયેલ છે .