ગુજરાત

gujarat

ETV Bharat / state

Tapi News: સીમમાંથી ત્રણ દિવસનું શિશુ મળી આવ્યું, પોલીસે મા-બાપ શોધવા કરી તપાસ શરૂ - three day old baby was found abandoned

તાપીમાં આવેલા ગડત ગામની સીમમાંથી ત્રણ દિવસનું નવજાત બાળક મળી આવ્યું છે. ગ્રામજનો દ્વારા બાળકની સારી સારવાર થાય તે માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. હાલ પોલીસ બાળકના માતા-પિતાની શોધખોળ કરી રહી છે.

તાપી જિલ્લાના ગડત ગામની સીમમાંથી ત્યજી દીધેલ હાલતમાં આશરે ત્રણ દિવસનું બાળક મળી આવ્યું
તાપી જિલ્લાના ગડત ગામની સીમમાંથી ત્યજી દીધેલ હાલતમાં આશરે ત્રણ દિવસનું બાળક મળી આવ્યું

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2023, 1:19 PM IST

તાપી જિલ્લાના ગડત ગામની સીમમાંથી ત્યજી દીધેલ હાલતમાં આશરે ત્રણ દિવસનું બાળક મળી આવ્યું

તાપી: જિલ્લાના ગડત ગામની સીમમાંથી માતાએ બાળકને ત્યજી દીધું હોવાનું સામે આવ્યું છે. ગડત ગામ નજીકથી પસાર થતા હાઇવેની બાજુમાં આવેલ જનરલ સ્ટોર નજીકથી ત્યજી દીધેલ હાલતમાં નવજાત બાળક મળી આવ્યું છે. આશરે ત્રણ દિવસનું નવજાત બાળક મળી આવતા વ્યારા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. હાલ બાળકની સ્થિતિ સારી હોવાનું તબીબ દ્વારા જણાવવામાં આવ્યું છે.

"નેશલ હાઈવે નંબર 56 પર એક રેકડીમાંથી અંદાજે ત્રણ થી ચાર દિવસનું તાજુ જન્મેલું બાળક બીનવારસી તરીકે મળી આવેલ છે. હાલ આ ત્યજી દીધેલ બાળક હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. બાળકની સારવાર વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ છે. અને આ અંગે પોલીસ દ્વારા તમામ ગ્રામજનોને, આજુબાજુના સરપંચોને તેમજ સોશિયલ મિડીયા અને મીડિયાના માધ્યમ દ્વારા આ બાળકના માતા પિતાની શોધ હાલમાં ચાલુ છે."-- સી.એમ.જાડેજા (નાયબ પોલીસ અધિક્ષક, તાપી)

માતા પિતાની શોધખોળ ચાલુ: પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકને ત્યજી દીધેલું હોય એવું જાણવા મળે છે. બાળકને વ્યારા સિવિલ હોસ્પિટલમાં લાવી તેની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા આજુબાજુના ગ્રામજનો, સરપંચ તથા સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી બાળકના માતા પિતાની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે. માત્ર ત્રણ દિવસનું નવજાત બાળક ત્યજી ગયેલી હાલતમાં જોવા મળે તો કોઈ પણ વ્યક્તિ ના રુવાંટા ઉભા થવા એ સ્વાભાવિક છે. ત્યારે ગ્રામજનો દ્વારા બાળકની સારી સારવાર થાય તે માટે અને બાળકને ન્યાય મળે તે માટે તાત્કાલિક પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો.

બાળકો પીસાતા હોય: દેશમાં પ્રેમ લગ્નના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે ઘર કંકાસ અને પતિ પત્નીના ઝગડા વચ્ચે બાળકો પીસાતા હોય છે. માસૂમ બાળકોને તેમના ઝગડાનો ભોગ બનવું પડે છે. અનેક પરિવારોમાં તેના કારણે બાળકોનું અભ્યાસક્રમ અને તેમના જીવનની સિદ્ધિઓ અટકતી જોવા મળે છે. ત્યારે નવજાત બાળકને ત્યજી જનાર માતા પિતાને કડક સજા થાય અને બાળકને સારું ભવિષ્ય પ્રાપ્ત થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.

  1. Tapi Ukai Dam : ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરાયા
  2. Surat Tapi River : તાપી નદી બંન્ને કાંઠે વહેતા ધર અને મંદિરો થયા જલમગ્ન, લોકોને સ્થાનાંતરિત કરાયા

ABOUT THE AUTHOR

...view details