- નિઝર તાલુકાના વેલદા ગામનો વીડિયો થયો વાયરલ
- લગ્નપ્રસંગમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા
- કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડતા પોલીસ ઉંઘતી ઝડપાઈ
તાપીઃ ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાઈરસનો કહેર વધ્યો છે. બીજી તરફ સંક્રમણ વધતા આ મામલે સરકાર પણ હવે પલગાં લઈ રહી છે. ત્યારે આ વચ્ચે તાપી જિલ્લામાંથી ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. નિઝર તાલુકાના વેલદા ગામમાં યોજાયેલા લગ્નના વીડિયો વાયરલ થયો છે. જેમાં જોગાભાઈ ભીખાભાઇ પાડવીના ઘરે લગ્ન યોજાયા હતા. લગ્નમાં હજારોની સંખ્યામાં ઝૂમતા લોકો કોરોનાને ખુલ્લો લલકાર આપી રહ્યાં હોય તેવું જોવા મળી રહ્યું હતું.
આ પણ વાંચો:કાંતિ ગામીતની પૌત્રીની સગાઈના વાઇરલ વીડિયો મામલે પુત્ર જીતુ ગામીત સામે ફરિયાદ નોંધાઇ
આ વીડિયો બતાવે છે કે, લોકો હજી પણ સમજવા તૈયાર નથી અને કોરોનાને ગંભીરતાથી પણ લેતા નથી
લગ્નમાં કોઈ પણ જાતની પરવાનગી વગર હજારોની ભીડ એકઠી કરાઈ હતી. એટલું જ નહીં લગ્નની કંકોત્રીમાં આયોજક દ્વારા બેન્ડ બોલાવવામાં આવ્યું હોવાની જાહેરાત પણ કરી હતી. સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થતા નિઝર પોલીસે બેન્ડ માલિક અને આયોજક જોગાભાઈ ભીખાભાઇ પાડવી વિરુદ્ધ ફરિયાદ નોંધી તેઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:કડી શહેરમાં ભાજપના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા
સમગ્ર મામલે પોલીસ તંત્ર ઊંઘતુ ઝડપાયું, વીડિયો વાયરલ થયા બાદ એક્શનમાં આવી
તાપી પોલીસના નાક નીચે નિઝરના વેલદા ગામમાં કોહિનૂર સ્ટાર બેન્ડની પાર્ટીમાં હજારોની ભીડ એકઠી થઈ હતી. જોગાભાઈ પાડવીના પરિવારનો આ લગ્ન પ્રસંગ હતો. જેમાં હેમાંક્ષી અને ગણેશ નામના યુગલના લગ્નના એક દિવસ પૂર્વે આ પાર્ટી યોજાઈ હતી. આ ભીડમાં એક પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તો મોટું સંક્રમણ ફેલાઈ શકે છે. આ વીડિયો ચિંતા ઉપજાવે તેવો છે. લોકો હજી પણ સમજવા તૈયાર નથી, અને કોરોનાને હજી પણ ગંભીરતાથી લેતા નથી. જોકે, સમગ્ર મામલે પોલીસ તંત્ર ઊંઘતુ ઝડપાયું હતું. પોલીસ દ્વારા વીડિયો વાયરલ થયા બાદ પગલા લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા, લોકોનો જામ્યો મેળાવડો