ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી તાપી:દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ગત વર્ષે જુલાઈ માસના અંતથી જ ભારે પાણીની આવકને પગલે ડેમના દરવાજાઓ ખોલી દેવાની નોબત આવી હતી. જ્યારે આ વર્ષે ડેમના કેચમેન્ટમાં ઓછા વરસાદને કારણે હજુ સુધીમાં એક પણ વખત ડેમના દરવાજા ખોલાયા નથી.
ઓગસ્ટ માસ દરમ્યાન નહિવત વરસાદને પગલે પાણીની આવક ઘટી ડેમની સપાટી 335 ફૂટને પાર:ઓગસ્ટ 2021 છોડીને દરેક વર્ષે ડેમના ઉપરવાસમાંથી સારી એવી પાણીની આવક નોંધાઈ છે. હાલની ડેમની પરિસ્થિતિની વાત કરીએ તો ડેમની સપાટી 335 ફૂટને પાર થઈ ગઈ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. પરંતુ ડેમ સપ્ટેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ ભરાઈ જશે તેવી આશા ડેમના સત્તાધીશો સેવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ઓગસ્ટ માસના ડેમના કેચમેન્ટ વિસ્તારમાંથી આવેલ પાણીની આવકની વાત કરીએ તો,
ઓગસ્ટ માસના ડેમના કેચમેન્ટ વિસ્તારમાંથી આવેલ પાણીની આવક
" ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે કેચમેન્ટ્ વિસ્તારમાં ઓગસ્ટ માસ દરમિયાન નહિવત વરસાદને પગલે પાણીની આવક ગત વર્ષની સરખામણીએ ઓછી છે. ગત વર્ષે 18મી જુલાઇથી જ ભારે પાણીની આવકને પગલે ડેમના દરવાજાઓ ખોલી દેવાયા હતા, જે સતત ઓગસ્ટ એન્ડ સુધી પાણીની આવક હિસાબે ડેમના ગેટ ખોલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ વર્ષે હજુ સુધીમાં એક પણ વખત ડેમના દરવાજા ખોલાયા નથી." - પી.જી.વસાવા (કાર્યપાલક એન્જિનયર, ઉકાઈ)
ડેમ હાલ 78 ટકા ભરાયેલો: વધુમાં તેમણે જણાવ્યું કે ડેમમાં ગત વર્ષના બચેલ પાણીના સ્ટોરેજ અને જુલાઈ માસની પાણીની આવકને પગલે લાઈવ સ્ટોરેજ 78 ટકા જેટલો છે, બીજું કે રાહતની વાત એ છે કે ઉપરવાસમાં સપ્ટેમ્બર માસ સુધી વરસાદ સક્રિય રહેતો હોય છે. જેથી ડેમમાં પાણી આવતા આગામી એક વર્ષ સુધી આ વિસ્તારની પાણીની જરૂરિયાત સંતોષવા ડેમ ભરાઈ જશે તેવું લાગી રહ્યું છે.
- Bhavnagar News: માલણ નદીમાં 3 સગા ભાઈઓ સહિત 4 યુવાનો ડૂબ્યા, પરિવારમાં શોકનો માહોલ
- Rajkot News : ભાદર-2 ડેમના પાટિયામાં લીકેજ, લાખો લિટર પાણીનો વેડફાટ